રિલીઝ પહેલાં જ લિક થઈ ગયું અમિતાભ-તાપસીની બદલાનું સસ્પેન્સ !

આ મર્ડર-મિસ્ટ્રી 8 માર્ચે રિલીઝ થવાની છે

રિલીઝ પહેલાં જ લિક થઈ ગયું અમિતાભ-તાપસીની બદલાનું સસ્પેન્સ !

મુંબઈ : અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ બદલા 8 માર્ચે મહિલા દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મના ટ્રેલર પછી સ્પષ્ટ થઈ જાય છે કે તાપસી પર મર્ડરનો આરોપ છે અને અમિતાભ બચ્ચન તેના વકીલ કે જાસૂસના રોલમાં છે. અમિતાભનું કામ રિયલ વિલનને શોધવાનું છે. આ એક મહત્વનું સસ્પેન્સ છે પણ ફિલ્મની રિલીઝ પહેલાં આ સસ્પેન્સ લીક થઈ ગયું હોવાની ચર્ચા છે. 

ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં રિયલ વિલન તાપસીનો પતિ છે. તાપસીના પતિનો રોલ માનવ કૌલ ભજવી રહ્યો છે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો ખાસ રોલ છે અને તે જ ખૂની છે. જોકે હવે ખૂની તરીકે માનવ કૌલના નામની ચર્ચા છે. ફિલ્મમાં અમૃતા સિંહનો પણ ખાસ રોલ છે. 

આ ફિલ્મને શાહરૂખની કંપની રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને સુજોય ઘોષે ડિરેક્ટ કરી છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી પિંક પછી બદલામાં જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news