VIDEO : આ તસવીરને કારણે સોશિયલ મીડિયામાં કાર્તિક આર્યનને પડી રહી છે જબરદસ્ત ગાળો

એક કમર્શિયલ માટે કાર્તિક આર્યને (Kartik Aaryan) શર્ટલેસ અવતાર લીધો છે અને એટલે તે ટ્રોલ થઈ રહ્યો છે

VIDEO : આ તસવીરને કારણે સોશિયલ મીડિયામાં કાર્તિક આર્યનને પડી રહી છે જબરદસ્ત ગાળો

નવી દિલ્હી : બોલિવૂડનો સુપરસ્ટાર કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં પોતાની ફિલ્મ પતિ, પત્ની ઔર વો (Pati Patni Aur Woh) કારણે બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. જોકે હાલમાં કાર્તિક પોતાના એક VIDEOને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો ભોગ બન્યો છે. 

A post shared by Diet Sabya (@dietsabya) on

હકીકતમાં એક હેર રિમુવર ક્રીમના કમર્શિયલ માટે કાર્તિક આર્યને (Kartik Aaryan) શર્ટલેસ અવતાર ધારણ કર્યો છે અને એટલે જ તે ટ્રોલિંગનો ભોગ બન્યો છે. આ કમર્શિયલમાં કાર્તિક 6 પેક એબ્સમાં જોવા મળે છે. કાર્તિકને ટ્રોલ કરીને લોકો એને ભંગાર ફોટોશોપ ગણાવી રહ્યા છે. કરિયરની વાત હાલમાં તેની પતિ, પત્ની ઔર વો (Pati Patni Aur Woh) સફળ સાબિત થઈ છે. હવે તે બહુ જલ્દી સારા અલી ખાન સાથે ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2020ના દિવસે રિલીઝ થશે. 

કાર્તિકની વર્ષ 2011માં રિલીઝ થયેલી પ્યાર કા પંચનામાએ 3.25 કરોડ, 2015માં રિલીઝ થયેી પ્યાર કા પંચનામા 2 એ 22.75 કરોડ, 2018માં સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 26.75 કરોડ, 2019માં લુકા છુપીએ 32.13 કરોડનું ઓપનિંગ વિકેન્ડ હતું જ્યારે આ તમામ ફિલ્મોને પતિ પત્ની ઔર વોએ પાછળ રાખી છે. ત્રણ દિવસમાં આ ફિલ્મે 35.94 કરોડની કમાણી કરી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news