VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

એક્ટર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ-3 (Dabangg 3)નો જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને કારણે હાલ તે કપિલ શર્મા (Kapil Sharma) ના શો પર પહોંચ્યો હતો. હકીકતમાં, આ શોનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાનને કપિલ પૂછે છે કે, જ્યારે તમે બેડ પર ઊંઘવા પડો છો તો કેટલા સમય બાદ ઊંઘ આવે છે. આ સવાલ પર સલમાન કહે છે કે, મને બેડ પર ઊંઘ જ નથી આવતી, હું તો સોફા પર સૂઈ જાઉ છું. જેના બાદ સલમાન ખાન શોમાં ઊંઘીને બતાવે છે કે, તે કેવી રીતે સોફા પર સૂઈ જાય છે.

Updated By: Dec 12, 2019, 10:44 AM IST
VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

અમદાવાદ :એક્ટર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ-3 (Dabangg 3)નો જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને કારણે હાલ તે કપિલ શર્મા (Kapil Sharma) ના શો પર પહોંચ્યો હતો. હકીકતમાં, આ શોનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાનને કપિલ પૂછે છે કે, જ્યારે તમે બેડ પર ઊંઘવા પડો છો તો કેટલા સમય બાદ ઊંઘ આવે છે. આ સવાલ પર સલમાન કહે છે કે, મને બેડ પર ઊંઘ જ નથી આવતી, હું તો સોફા પર સૂઈ જાઉ છું. જેના બાદ સલમાન ખાન શોમાં ઊંઘીને બતાવે છે કે, તે કેવી રીતે સોફા પર સૂઈ જાય છે.

સલમાન ખાનનો જવાબ સાંભળીને કપિલ શર્મા પણ ચૂપ રહે તેવો નથી. તે કહે છે કે, સોફા પર તો એક જ વ્યક્તિને ઊંઘવાની જગ્યા હોય છે, તો સલમાન ખાન કહે છે કે, એટલે જ તો હું ત્યાં સૂઈ જઉ છું. તો આ સાંભળીને તમામ લોકો હસવા લાગ્યા હતા. સલમાન અને કપિલ વચ્ચેની આ વાતચીત બહુ જ રોમાંચક છે અને આ વીડિયો તેમના ફેન્સ વચ્ચે પોપ્યુલર બની રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દબંગ-3ની રિલીઝ ડેટ 20 ડિસેમ્બર છે. જેમાં સલમાન ખાન સાથે સઈ માંજરેકર, સોનાક્ષી સિન્હા અને વિલનના રૂપમાં કિચ્ચા સુદીપ નજર આવશે. ફિલ્મનું ટ્રેલર હીટ થઈ ચૂક્યું છે. આ ફિલ્મને પ્રભુ દેવાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ડેબ્યુ કરી રહેલ સઈ માંજરેકર આ ફિલ્મ માટે બહુ જ ઉત્સાહી દેખાઈ રહી છે. 

Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube