'આ' હિરોઇન સાથે રિલેશનશીપમાં રહેવા માગે છે કેટરિના!

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. 

'આ' હિરોઇન સાથે રિલેશનશીપમાં રહેવા માગે છે કેટરિના!

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કેટરીના કૈફની છેલ્લી બે ફિલ્મો ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ પડદા પર ફ્લોપ ગયા બાદ હવે ફિલ્મ ‘ભારત’ આવી રહી છે. આ ફિલ્મમાં કેટરિના સાથે સલમાન ખાન, જેકી શ્રોફ, દિશા પટ્ટણી અને સુનિલ ગ્રોવર છે.  આ ફિલ્મના પ્રમોશન માટે કેટરિના ઇન્ટરવ્યૂ આપી રહી છે.  આવા એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે જો તેણે સેમ સેક્સ રિલેશનશીપ પસંદ કરવાની હોય તો તે કરીના કપૂર ખાનની પસંદગી કરશે. કેટરિનાએ કરીનાના વખાણ કરતા કહ્યું છે કે તે બહુ ખૂબસુરત અને સ્ફુર્તિલી છે અને હું તેની સાથે કામ કરવા ઇચ્છું છું. 

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ પણ આ સંબંધ ખાસ આગળ વધી શક્યો નહોતો. આ બ્રેકઅપ પછી રણબીર કે કેટરિના કોઈએ કારણોની સ્પષ્ટતા નહોતી કરી. બ્રેકઅપ પછી રણબીર હાલમાં આલિયા સાથે ડેટિંગ કરી રહ્યો છે પણ કેટરિના હજી સિંગલ છે. 

ભારત ફિલ્મ રિલીઝ થયા પછી કેટરિના હવે સૂર્યવંશીમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ કેટરીના કૈફ ફિલ્મમાં અક્ષયકુમારની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,'મેકર્સે કેટરીના કૈફને ફિલ્મમાં લીડ રોલ માટે 2019ની શરૂઆતમાં જ અપ્રોચ કર્યો હતો. ત્યારથી મેકર્સ અને કેટ વચ્ચે વાત ચાલી રહી હતી. અક્ષય અને કેટરીના બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે. અક્ષય-કેટની જોડી ફેન્સમાં પોપ્યુલર હોવાની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ હિટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news