ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન

અમેરિકા સાથે વેપાર વિવાદ વધવાના વચ્ચે ચીને કહ્યું છે કે, તેના કારણે અમેરિકા પુન: મહાનતા પ્રાપ્ત કરવામાં સફળ નથી થયા, તેના બદલે તેના કારણે અમેરિકી અર્થવ્યવસ્થાને નુકસાન જ થયું છે. ચીને એક શ્વેતપત્રમાં આ ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ ઇચ્છે ચે કે આંતરિક વ્યાપાર વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા નિકળે પરંતુ હવે પોતાનાં મુળ સિદ્ધાંતો સાથે સમજુતી નહી કરે. આ અગાઉ ચીને શનિવારે અમેરિકાનાં 60 અબજ ડોલર મુલ્યનાં ઉત્પાદનો પર પાંચથી 25 ટકાનાં દરથી નવો દંડાત્મક શુલ્ક લગાવ્યો છે. 
ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન

બીજિંગ : અમેરિકા સાથે વેપાર વિવાદ વધવાના વચ્ચે ચીને કહ્યું છે કે, તેના કારણે અમેરિકા પુન: મહાનતા પ્રાપ્ત કરવામાં સફળ નથી થયા, તેના બદલે તેના કારણે અમેરિકી અર્થવ્યવસ્થાને નુકસાન જ થયું છે. ચીને એક શ્વેતપત્રમાં આ ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ ઇચ્છે ચે કે આંતરિક વ્યાપાર વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા નિકળે પરંતુ હવે પોતાનાં મુળ સિદ્ધાંતો સાથે સમજુતી નહી કરે. આ અગાઉ ચીને શનિવારે અમેરિકાનાં 60 અબજ ડોલર મુલ્યનાં ઉત્પાદનો પર પાંચથી 25 ટકાનાં દરથી નવો દંડાત્મક શુલ્ક લગાવ્યો છે. 

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ હવે શરદ પવારે 'મોદી લહેર'નો તોડ કાઢ્યો
ચીને અમેરિકા દ્વારા તેનાં 200 અબજ ડોલરનાં મુલ્યનાં ઉત્પાદનો પર 25 ટકાનું શુલ્ક લગાવવાનાં જવાબમાં આ પગલું ઉઠાવ્યું છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાથી અમેરિકી અર્થવ્યવસ્થાની વૃદ્ધી દર નથી વધ્યો, પરંતુ અમેરિકી અર્થવ્યવસ્થાને તેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. ચીને કહ્યું કે, તેના કારણે અમેરિકામાં ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે અને ગ્રાહકો મુલ્ય વધાર્યા છે જે આર્થિક વૃદ્ધિ માટે મોટો ખતરો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અર્થવ્યવસ્થાની વોર ચાલી રહી છે. બંન્ને એક બીજા પર ડ્યુટી તબક્કાવાર વધારી રહ્યા છે. વિવિધ કંપનીઓનાં પ્રોડક્શન વધારી પણ ઘટાડવામાં આવી રહ્યા છે. એક પ્રકારે બંન્ને વચ્ચે બિઝનેસકોલ્ડ વોર ચાલી રહી છે. તેવામાં ચીનનું આ નિવેદન ઘણુ મહત્વનું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news