22 વર્ષ પછી સેટ પર માધુરીને જોઈને સંજયે આપ્યું રિએક્શન, કહ્યું કે...

કરણ જોહરની મહત્વકાંક્ષી ફિલ્મ 'કલંક'માં આશરે બે દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનારા સંજય દત્તે આ અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંન્નેએ સાથે 'સાજન', 'ખલનાયક',  'થાનેદાર', અને 'ઇલાકા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. 

22 વર્ષ પછી સેટ પર માધુરીને જોઈને સંજયે આપ્યું રિએક્શન, કહ્યું કે...

મુંબઈ : કરણ જોહરની મહત્વકાંક્ષી ફિલ્મ 'કલંક'માં આશરે બે દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનારા સંજય દત્તે આ અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંન્નેએ સાથે 'સાજન', 'ખલનાયક',  'થાનેદાર', અને 'ઇલાકા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. 

સંજયે DNA સાથે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે માધુરી સાથે કામ કરવાનો અનુભવ સુખદ રહ્યો છે. અમે બે દાયકા કરતા વધારે સમયથી મળ્યા નથી. તે સારી એક્ટ્રેસ છે અને અમે બંને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમે કલંકમાં લાંબા સમય પછી એક સીનમાં કામ કર્યું છે અને આ અનુભવ શાનદાર રહ્યો છે. 

ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news