ટાઇગર ફેશન મામલે કરે છે આ સ્ટારની નકલ, જાણીને નહીં થાય વિશ્વાસ

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  

ટાઇગર ફેશન મામલે કરે છે આ સ્ટારની નકલ, જાણીને નહીં થાય વિશ્વાસ

નવી દિલ્હી :  બોલિવૂડમાં યુથ આઇકન તરીકે જાણીતો થઈ ગયેલો ટાઇગર શ્રોફ ફેશન આઇકન ગણાય છે. યુવાવર્ગ હંમેશા એનું ફેશન સિક્રેટ જાણવા માટે તત્પર હોય છે. હાલમાં ટાઇગરે સ્પષ્ટતા કરી છે કે તે ફેશનના મામલામાં એક બોલિવૂડ સ્ટારને ફોલો કરે છે અને નાનપણથી જ એની કોપી કરે છે. 

ટાઇગરે ક્લોથિંગ બ્રાન્ડ લાઇફસ્ટાઇલની 20મી વર્ષગાંઠના સેલિબ્રેશનમાં સ્પષ્ટતા કરી છે કે તે બાળપણથી પિતા અને એક્ટર જેકી શ્રોફના પગલાં પર ચાલે છે. હું હંમેશા મારા પિતા જેવી બિન્ધાસ સ્ટાઇલ અપનાવાનો પ્રયાસ કરું છું. તે કંઈ પણ પહેરે છે અને એમાં બહુ નોર્મલ લાગે છે. મને લાગે છે એવા જ કપડાં પહેરવા જોઈએ જે આરામદાયક હોય. 

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  ટાઇગરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 10 મેના દિવસે રિલીજ થઈ રહી છે. આ ફિલ્મ પુનિત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news