Mardaani 2 Movie Review : રેપિસ્ટના ચહેરા પર જોરદાર તમાચો છે રાનીની આ ફિલ્મ, જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક

ફિલ્મ મર્દાની 2 (Mardaani 2)માં રાની દમદાર અધિકારી શિવાની શિવાજી રોયના પાત્રમાં જોવા મળશે

Mardaani 2 Movie Review : રેપિસ્ટના ચહેરા પર જોરદાર તમાચો છે રાનીની આ ફિલ્મ, જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : હાલમાં દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓને કારણે લોકોમાં આક્રોશ ચરમસીમાએ છે ત્યારે આ મુદ્દાને જ હાઇલાઇટ કરતી રાની મુખરજી (Rani Mukerji)ની ફિલ્મ મર્દાની 2 (Mardaani 2) રિલીઝ થઈ છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવી છે અને એના ડિરેક્ટર છે ગોપી પુરથ. ફિલ્મ મર્દાની 2 (Mardaani 2)માં રાની ફરીથી નીડર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2014માં આવેલી મર્દાની (Mardaani)ની સિક્વલ છે. ફિલ્મમાં તે ફરીવાર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળશે. 

Rani Mukherjee

Rani Mukherjee

શું છે વાર્તા?
આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને બહુ પસંદ પડ્યું હતું. ફિલ્મમાં રાની એવા અપરાધી (વિશાલ જેઠવા)ને પકડે છે જે બહુ ક્રુરતાથી છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે અને પછી તેમની હત્યા કરી દે છે. આ અપરાધી એટલો સાયકીક છે કે તે અપરાધ કરતા પહેલાં પોલીસને આ વાતની જાણકારી પણ આપે છે. આ હત્યારાની માહિતીના આધારે રાની તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ અપરાધોને નેચરલ બતાવવા માટે મર્દાની 2ના ડિરેક્ટર ગોપી પુથરને બહુ મહેનત કરી છે. આ ફિલ્મ કેટલીક વાર એટલી દર્દનાક થઈ જાય છે કે દિલના ટુકડા થઈ જાય છે. ફિલ્મમાં રાનીનો ગુસ્સો સમાજનો રેપ સામેનો ગુસ્સો દર્શાવે છે. 

જોવાય કે નહીં?
ગોપી પુથરને ફિલ્મના ડિરેક્શનથી માંડીને વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગના ડિપાર્ટમેન્ટને બહુ સારી રીતે હેન્ડલ કર્યુ છે. આ ફિલ્મ કોઈપણ એંગલથી ખેંચાયેલી નથી અને છેલ્લી ક્ષણ સુધી રસપ્રદ સાબિત થાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ બહુ રસપ્રદ છે અને સેકન્ડ હાફમાં અપરાધી સુધી પહોંચવાના પ્રયાસ દર્શાવ્યા છે. આ ફિલ્મમાં રાની મુખરજી (Rani Mukerji) સાથે રાજેશ શર્મા (Rajesh Sharma), શ્રુતિ બાપના (Shruti Bapna), વિક્રમ સિંહ ચૌહાણ (Vikram Singh Chauhan) તેમજ દીપિકા અમીને (Deepika Amin) મહત્વનો રોલ ભજવ્યો છે. ડોક્ટરના રોલમાં શ્રુતિ બાપના બહુ દમદાર છે. મજબૂત અને રસપ્રદ ફિલ્મોના શોખીઓને ચોક્કસપણે આ ફિલ્મ જોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news