અક્ષય કુમારે પત્ની ટ્વિન્કલને ગિફ્ટ કર્યા ડુંગળીવાળા ઇયરિંગ, અને પછી...

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર (akshay kumar)ની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) પોતાના હટકે સ્વભાવ, વિચારો અને પોસ્ટિંગને કારણે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર આ કારણે જ તે ઘણીવાર છવાયેલી રહે છે. 

અક્ષય કુમારે પત્ની ટ્વિન્કલને ગિફ્ટ કર્યા ડુંગળીવાળા ઇયરિંગ, અને પછી...

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર (akshay kumar)ની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) પોતાના હટકે સ્વભાવ, વિચારો અને પોસ્ટિંગને કારણે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર આ કારણે જ તે ઘણીવાર છવાયેલી રહે છે. હાલમાં ટ્વિંકલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડુંગળીવાળી ઈયરરિંગ્સ પોસ્ટ કરી છે. ટ્વિંકલના કહેવા મુજબ આ ઈયરરિંગ્સ અક્ષય કુમાર તેના માટે લઈને આવ્યો છે. આ ગિફ્ટ મળી એ પહેલાં ટ્વિન્કલે મોંઘીદાટ ડુંગળી સાથેની તસવીર પોસ્ટ કરી હતી અને ડુંગળી વગરની પાંચ રેસિપી શેયર કરી હતી. 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

આ તસવીરને શેર કરતા ટ્વિંકલે જણાવ્યું કે, કપિલ શર્માના શો પર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન આ ઈયરરિંગ્સ કરીનાને આપવામાં આવી, પરંતુ આ કરીનાને ખાસ પસંદ ન આવી તો અક્ષય મારા માટે લઈ આવ્યો. ટ્વિંકલ લખે છે, મારો પાર્ટનર કપિલ શર્મા શોમાં પરફોર્મ કરીને આવ્યો અને કહ્યું કે આ ઈયરરિંગ્સ કરીનાને બતાવી રહ્યા હતા, પરંતુ મને નથી લાગતું કે તે વધારે ઈમ્પ્રેસ થઈ, પરંતુ હું જાણતો હતો કે આ તને ખૂબ પસંદ આવશે, આથી હું આ તારા માટે લઈને આવ્યો. 

કપિલના શો પર અક્ષય અને કરીના પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મ બે એવા મેરિડ કપલની છે, જે લગ્ન બાદ સંતાન માટે IVF ટેકનિકનો સહારો લે છે, પરંતુ ભૂલથી તેમના સ્પર્મ એક્સચેન્જ થઈ જાય છે. ફિલ્મની સ્ટોરી કોમેડી અને મસ્તીથી ભરપૂર છે. ફિલ્મમાં કિઆરા અડવાણી અને દિલજીત દોસાંજ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news