આવી ગયું છે ‘કલંક’નું નવું ગીત, ગજબનાક ડાન્સ કરે છે વરૂણ અને કિયારાની જોડી

વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહાની આવનારી ફિલ્મ કલંક પોતાના પોસ્ટર્સને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

આવી ગયું છે ‘કલંક’નું નવું ગીત, ગજબનાક ડાન્સ કરે છે વરૂણ અને કિયારાની જોડી

મુંબઈ : વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહાની આવનારી ફિલ્મ કલંક પોતાના પોસ્ટર્સને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ પછી કલંકનું માધુરી અને આલિયાને ચમકાવતું ગીત લોકોને બહુ પસંદ પડ્યું હતું. ઇન્ડિયન ક્લાસિક મ્યૂઝિક સીધું લોકોના દિલ સુધી પહોંચી જાય છે. ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ગઇકાલે સામે આવેલું આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિતની જુગલબંધીથી. જી, હાં સોમવારે રિલીઝ થયેલું 'કલંક'નું પ્રથમ ગીત 'ઘર મોરે પરદેસિયા' માત્ર 24 કલાકમાં યૂટ્યૂબ પર છવાઇ ગયું છે. 

હવે આ ફિલ્મનું બીજું ગીત રિલીઝ થયું છે. આ ફિલ્મના બીજા ગીત 'ફર્સ્ટ ક્લાસ'માં વરૂણ અને કિયારાની જોડી ગજબનાક ડાન્સ કરતી નજરે ચડે છે. 

ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news