દિવ્યાંકા ત્રિપાઠી પ્રેગનન્ટ ? આ તસવીરે જગાવી ચર્ચા અને પછી...

ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’માં કામ કર્યા પછી દિવ્યાંકાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે

દિવ્યાંકા ત્રિપાઠી પ્રેગનન્ટ ? આ તસવીરે જગાવી ચર્ચા અને પછી...

મુંબઈ : હાલમાં ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે. આ તસવીરને કારણે દિવ્યાંકા પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે આખરે તેના પતિ વિવેકે સ્પષ્ટતા કરી છે કે આ ચર્ચા સાવ ખોટી છે. 2016માં દિવ્યાંકાએ અભિનેતા વિવેક દહિયા સાથે લગ્ન કર્યા અને આ હેપ્પી કપલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ રહે છે. બંનેના સારા ફેન ફોલોઈંગ પણ છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો હાલ દિવ્યાંકા એક રિયાલિટી શોને હોસ્ટ કરી રહી છે. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસવીરમાં દિવ્યાંકાએ જે આઉટફિટ પહેર્યો હતો તેમાં તેનું પેટ સહેજ બહાર દેખાતું હતું ત્યાર બાદથી જ તેની પ્રેગ્નેન્સીની ચર્ચા થવા લાગી. આ ચર્ચા પછી દિવ્યાંકાએ કહ્યું, જે વ્યક્તિએ તસવીર એડિટ કરી છે તે ખૂબ પ્રતિભાશાળી છે. એણે ખરેખર મારી તસવીર એવી રીતે એડિટ કરી કે મારું પેટ મોટું દેખાય. મને નથી ખબર તસવીર કોણે એડિટ કરી.

જોકે પછી પતિ વિવેકે મજાકમજાકમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે આ એડિટિંગ નથી. આ હકીકત છે. અમે અત્યારે તેને કાઢીને એક બાજુ મૂકી દીધું છે. જ્યારે પણ અમને થાય કે અફવા ઉડવી જોઈએ તો અમે તકિયો મૂકીને પેટ ફુલાવી દઈએ છીએ અને પછી તસવીર ક્લિક કરાવીએ છીએ. ઈચ્છીએ ત્યારે તકિયો હટાવી લઈએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news