Video : રિલીઝ થયું સંજય દત્તની 'પ્રસ્થાનમ'નું ટીઝર, જબદસ્ત છે કે નહીં ? જાણવા કરો ક્લિક

અભિનેતા સંજય દત્ત આજે તેનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવા જન્મદિવસ પર હોમ પ્રોડક્શન ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ટીઝર રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

Video : રિલીઝ થયું સંજય દત્તની 'પ્રસ્થાનમ'નું ટીઝર, જબદસ્ત છે કે નહીં ? જાણવા કરો ક્લિક

મુંબઈ : અભિનેતા સંજય દત્ત આજે તેનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવા જન્મદિવસ પર હોમ પ્રોડક્શન ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ટીઝર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. સંજયની આ ફિલ્મ આ તેલુગુની ક્લાસિક ફિલ્મ 'પ્રસ્થાનમ'ની રિમેક છે. આ ફિલ્મને દેવા કટ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના તેલુગુ વર્ઝનને દેવા કટ્ટાએ જ ડિરેક્ટ કરી હતી. 'પ્રસ્થાનમ' એક તાકાતવર રાજકીય નેતા અને તેના પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થવાની છે. 

'પ્રસ્થાનમ'માં સંજય દત્ત સાથે મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાન્ડે, અમાયરા દસ્તુર અને અલી ફઝલ દમદાર રોલમાં જોવા મળશે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે ડિરેક્ટર દેવા કટ્ટાએ અને ડાયલોગ ફરહાદે લખ્યા છે. ફિલ્મ ડિરેક્ટર દેવા કટ્ટા પ્રમાણે હિન્દી અને તેલુગુ 'પ્રસ્થાનમ'માં વધારે ફરક નથી. સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે કારણ કે તેને ફિલ્મની સ્ટોરી બહુ પસંદ પડી હતી. 

નોંધનીય છે કે આજે સંજય દત્તનો  બર્થ ડે છે ત્યારે તેની એક બીજી રસપ્રદ ફિલ્મની પણ જાહેરાત થઈ છે. હકીકતમાં સાઉથ સુપરસ્ટાર યશની પાછલા વર્ષે આવેલી ફિલ્મ ‘KGF’ સફળ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ પડી હતી જેના કારણે ફિલ્મે 250 કરોડ જેટલો અધધધ બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ કન્નડ સિનેમાની સૌથી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી. મેકર્સે હવે ‘KGF: ચેપ્ટર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. આ ફિલ્મમાં વિલન અધિરાના રોલમાં સંજય દત્તને સાઇન કરવામાં આવ્યો છે. અધિરાના પાત્રમાં સંજય દત્ત એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news