મોટો ખુલાસો : 'KGF 2'માં જોવા મળશે સંજય દત્ત ! અને આવો છે રોલ

સાઉથ સુપરસ્ટાર યશની પાછલા વર્ષે આવેલી ફિલ્મ ‘KGF’ સફળ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ પડી હતી જેના કારણે ફિલ્મે 250 કરોડ જેટલો અધધધ બિઝનેસ કર્યો હતો.

મોટો ખુલાસો : 'KGF 2'માં જોવા મળશે સંજય દત્ત ! અને આવો છે રોલ

નવી દિલ્હી : સાઉથ સુપરસ્ટાર યશની પાછલા વર્ષે આવેલી ફિલ્મ ‘KGF’ સફળ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ પડી હતી જેના કારણે ફિલ્મે 250 કરોડ જેટલો અધધધ બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ કન્નડ સિનેમાની સૌથી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી. મેકર્સે હવે ‘KGF: ચેપ્ટર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે. આ ફિલ્મમાં વિલન અધિરાના રોલમાં સંજય દત્તને સાઇન કરવામાં આવ્યો છે. અધિરાના પાત્રમાં સંજય દત્ત એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સંજય દત્તના બર્થડે પર આ પોસ્ટર શેર કર્યું છે. સંજય દત્તે પોતે ટ્વીટર પર લખ્યું છે, થેંક્યુ અને કેજીએફનો ભાગ બનીને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.

— taran adarsh (@taran_adarsh) July 29, 2019

થોડા દિવસો પહેલા ‘KGF 2’ના મેકર્સે એક ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં અધીરાની એક ઝલક જોવા મળી હતી પરંતુ તેનાથી આ સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે આ પાત્ર કોણ ભજવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલા ભાગ બાદથી જ ફેન્સ તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. પાછલા વર્ષે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ‘કેજીએફ 2’ આગામી વર્ષે એટલે કે 2020માં રિલીઝ થશે. ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી હિરોઇન તરીકે જોવા મળશે.

— Hombale Films (@hombalefilms) July 26, 2019

આ ફિલ્મની વાત કરીએ તો આ પીરિયડ ડ્રામા 70ના દાયકાના કાર્યકાળ પર આધારિત છે અને એને બે ભાગમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મના પહેલા ભાગને સારી સફળતા મળી છે અને હવે લોકો બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news