રણબીરનો હોઠ ફુલીને થઈ ગયો ફુટબોલ કારણ કે...જાણવા કરો ક્લિક

રણબીર હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ બહુ જલ્દી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના સમાચાર છે.

રણબીરનો હોઠ ફુલીને થઈ ગયો ફુટબોલ કારણ કે...જાણવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) ફૂટબોલ રમવાનો શોખીન છે. જ્યારે પણ રજા હોય ત્યારે તે મુંબઈમાં ફૂટબોલ રમતો જોવા મળે છે. ત્યારે રવિવારે ફૂટબોલ મેચ વખતે રણબીર ઘાયલ થયો છે. રણબીરનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. રણબીર રવિવારે જૂહુમાં આવેલા ફૂટબોલ મેદાનમાં ફ્રેંડલી મેચ રમતો હતો. મેચ દરમિયાન રણબીરના હોઠ પર ઈજા થઈ છે.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by yogen shah (@yogenshah_s) on

મેચ રમીને રણબીર બહાર આવ્યો તો ઈજા છુપાવતો નજરે પડ્યો હતો. જો કે, આવી હાલતમાં પણ તેણે ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. ફેન્સ ઉપરાંત પાપારાઝીને પણ રણબીરે પોઝ આપ્યા હતા. આ દરમિયાન ગાડીમાં બેસતી વખતે તેણે વાગ્યું હોવાનું જણાવ્યું હતું.રવિવારે રણબીર સાથે ‘ધડક’ ફિલ્મના એક્ટર ઈશાન ખટ્ટર અને સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાને પણ ફૂટબોલ મેચ રમી હતી. ઈશાન વ્હાઈટ ટેંક ટોપ અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ઈબ્રાહિમ રેડ અને વ્હાઈટ સ્ટ્રિપ જર્સી અને બ્લેક શોર્ટમાં જોવા મળ્યો હતો.

રણબીર હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ બહુ જલ્દી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના સમાચાર છે. જોકે હાલમાં રણબીર અને સોશિયાલિસ્ટ તેમજ ફેશનિસ્ટાર નતાશા પુનાવાલા (Natasha poonawalla) ઝડપથી વધી રહેલી મિત્રતા ચર્ચાનો મુદ્દો બની છે. રિપોર્ટ પ્રમાણે નતાશા અને રણબીરની કઝીન કરીના કપૂર ખાસ મિત્રો છે અને આ રસ્તે જ નતાશા મિત્રના કઝિન રણબીરની બહુ નજીક આવી ગઈ છે. નતાશા અને રણબીર બંને અનેક પાર્ટીમાં એકસાથે જોવા મળી રહ્યા છે. નતાશા બિલિયોનર આદર પુનાવાલાની પત્ની છે પણ હાલમાં તે રણબીર સાથેના સંબંધોને કારણે ચર્ચાસ્પદ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news