Bunty Aur Babli 2 : રાની અને સૈફ સુપરહિટ ફિલ્મના બીજા ભાગમાં સાથે, વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ

મૂળ ફિલ્મ Bunty Aur Babliમાં રાની મુખરજી અને અભિષેક બચ્ચનની જોડીએ બધાનું દિલ જીતી લીધું હતું

Bunty Aur Babli 2 : રાની અને સૈફ સુપરહિટ ફિલ્મના બીજા ભાગમાં સાથે, વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ

નવી દિલ્હી : હમ તુમ અને તા રા રમ પમ જેવી ધમાકેદાર ફિલ્મોમાં કામ કરનારી સુપરહટ જોડી સૈફ અલી ખાન (Saif Ali Khan) અને રાની મુખરજી (Rani Mukerji) એકવાર ફરી સિલ્વર સ્ક્રિન પર ધમાલ મચાવવા આવી રહી છે. યશરાજ બેનરે આ જોડી સાથેની ધમાકેદાર ફિલ્મની જાહેરાત કરી દીધી છે. હવે આ જોડી 11 વર્ષ પછી ફરી સાથે કામ કરવા તૈયાર છે. 

યશ રાજ ફિલ્મ્સ હવે Bunty Aur Babli 2થી સૈફ અને રાનીની જોડીને રિલોન્ચ કરશે. આ ફિલ્મ 2005માં આવેલી બંટી ઔર બબલીનું રિબુટ વર્ઝન છે. નવા વર્ઝનમાં રિબુટ વર્ઝનમાં બંટી અને બબલીનો લીડ રોલ કરવા માટે અનુક્રમે સૈફ અને રાનીની પસંદગી કરવામાં આવી છે. જોકે Bunty Aur Babli 2માં બે જોડી જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અને રાની સિવાય સિદ્ધાંત ચતુર્વેદી તેમજ શાર્વરીની જોડી પણ કામ કરવાની છે. 

ફિલ્મમેકર આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યુલ શરૂ થઈ ગયું છે. બંટી ઔર બબલી 2નું ડિરેક્શન વરૂણ શર્મા કરી રહ્યા છે. વરૂણ આ પહેલાં પણ યશરાજ ફિલ્મ્સની સુલતાન અને ટાઇગર ઝિંદા હૈમાં અસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરી ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news