આલિયા અને કેટરિના વચ્ચેના સંબંધની સાચી હકીકત જાહેર કરી દીધી ખાસ અંગત મિત્રએ, કહ્યું કે...

આલિયા અને કેટરિના એક તબક્કે બહુ સારા મિત્રો હતા પણ રણબીરના કારણે બંનેના સંબંધોમાં સમસ્યા હોવાની ચર્ચા હતી

આલિયા અને કેટરિના વચ્ચેના સંબંધની સાચી હકીકત જાહેર કરી દીધી ખાસ અંગત મિત્રએ, કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડમાં ઘણીવાર આપણને હિરોઇનો વચ્ચેની કેટફાઇટના કિસ્સા સાંભળવા મળે છે. હાલમાં ચર્ચા છે કે બોલિવૂડની હિરોઇનો આલિયા ભટ્ટ (Alia Bhatt) અને કેટરિના કૈફ (Katrina Kaif) વચ્ચે સંબંધો વણસ્યા છે. તેમની વચ્ચેની મિત્રતા રણબીર કપૂરના કારણે તુટી ગઈ છે. આલિયાનો બોયફ્રેન્ડ ભુતકાળમાં કેટરિનાનો લિવ ઇન પાર્ટનર હતો અને આના કારણે એક સમયની ખાસ બહેનપણીઓ આલિયા અને કેટરિનાના સંબંધોમાં સમસ્યા ઉભી થઈ છે. 

બોલિવૂડમાં હાલમાં આ વાતની ભારે ચર્ચા છે ત્યારે કેટરિના અને આલિયાની ખાસ અંગત મિત્રએ સાચી હકીકત જાહેર કરી છે. કેટરિના અને આલિયા બંને ફિટનેસ ટ્રેનર તેમજ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલા પાસેથી ફિટનેસ ટ્રેઇનિંગ લે છે. આ કારણે યાસ્મિન સાથે કેટરિના અને આલિયા બંનેની ખાસ મિત્રતા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Had such a fun time shooting the finale episode with my two faves @katrinakaif and @sophiechoudry for #workitupwithsophie ・・・ So honored that the show started and ended @yasminsbodyimage OOTD: @reebokindia HMU: @ambereen01 ambereen01 #Repost @sophiechoudry ・・・ Woohoo just too excited!! Season finale of Work it Up streaming on @voot with none other than @katrinakaif And my Yas @yasminkarachiwala !! Nothing is possible without you! Thank you for all your support during this show and more importantly every single day!! I love you too much!! ❤️ #katrinakaif #yasminkarachiwala #befitbecauseyoudeserveit #pilatesgirls #workitup #PilatesChangesLives #seasonfinale #edutok #edutoklifetips #fitness #health #fitisthenewsexy #befitwithyasminkarachiwala #sophiefit #sophstylin #sophiechoudry #wecametoslay @indiatiktok

A post shared by Yasmin Karachiwala (@yasminkarachiwala) on

હાલમાં ઝી ન્યૂઝ સાથે વાતચીત કરતી વખતે યાસ્મિને મિત્રો કેટરિના અને આલિયાના સંબંધોની સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે આ બંનેના મતભેદની વાત ખોટી છે અને આજે પણ આલિયા અને કેટરિના સારા મિત્રો છે. 

આલિયા અને કેટરિના વચ્ચે સારી મિત્રતા હતા પણ કેટરિનાના એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે આલિયાએ ડેટિંગ કરવાનું શરૂ કરતા તેમના સંબંધો થોડા વણસ્યા છે. રણબીર અને આલિયા બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે અને ફિલ્મના શૂટિંગ વખતે જ તેમના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા છે. જોકે રણબીર કે આલિયાના પરિવારે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news