Bigg Boss 13 : સલમાનના ખાસ બોડીગાર્ડ શેરાએ વેરી દીધા વટાણાં, જાહેર કર્યું વિનરનું નામ!

સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના બોડીગાર્ડ શેરા (Shera)એ બિગ બોસ 13 (Bigg Boss 13)ના વિનરના નામ વિશે મોટી જાહેરાત કરી દીધી છે

Bigg Boss 13 : સલમાનના ખાસ બોડીગાર્ડ શેરાએ વેરી દીધા વટાણાં, જાહેર કર્યું વિનરનું નામ!

નવી દિલ્હી : ટેલિવિઝનની દુનિયાના સૌથી વિવાદાસ્પદ શો 'બિગ બોસ 13 (Bigg Boss 13)'નું ફિનાલે બહુ નજીક છે. સોશિયલ મીડિયાથી માંડીને બોલિવૂડ સુધી આ મુદ્દાની ચર્ચા ચાલી રહી છે. બિગ બોસ વિનર (Bigg Boss Winner) વિશે બધા પોતાનો અંદાજ લગાવી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારું નામ સામે આવ્યું છે. હવે શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan)ના બોડીગાર્ડ શેરા (Shera)એ બિગ બોસ 13 (Bigg Boss 13)ના વિનર વિશે મોટી જાહેરાત કરી દીધી છે. 

આ વિકેન્ડના વાર (Weekend Ka Vaar)માં સલમાન ખાને એવા સંજોગો ઉભા કરી દીધા કે તેના 25 વર્ષ જુના બોડીગાર્ડ શેરાએ તેના ફેવરિટ બિગ બોસ વિનરનું નામ જાહેર કરી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સની જેમ જ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) જ શેરાનો ફેવરિટ સ્પર્ધક છે. શેરાએ બિગ બોસના વિનર વિશે નિવેદન આપ્યું છે કે મારા મત પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાને હરાવવાનું મુશ્કેલ છે.

A post shared by BIGG BOSS 13 (@biggbossnews_) on

હવે શેરાના આ નિવેદન પછી સિદ્ધાર્થના ચાહકો ખુશીના સાતમા આસમાને છે. જોકે આ વાત કેટલી સાચી પડશે એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. બિગ બોસ 13 (Bigg Boss 13)ના ઘરમાં હવે માત્ર સાત ખેલાડીઓ બાકી છે જેમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla), રશ્મિ દેસાઈ (Rashami Desai), આરતી સિંહ (Aarti Singh), અસિમ રિયાઝ (Asim Riaz), પારસ છાબડા (Paras Chhabra), શહનાઝ ગીલ (Shehnaaz Gill) અને માહિરા શર્મા (Mahira Sharma) શામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news