'SAAHO'ની આંધીમાં ઉડી BOX OFFICE, પહેલા દિવસે જ આંકડો 100 કરોડ રૂપિયાને પાર

શુક્રવારે રિલીઝ થયેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

'SAAHO'ની આંધીમાં ઉડી BOX OFFICE, પહેલા દિવસે જ આંકડો 100 કરોડ રૂપિયાને પાર

નવી દિલ્હી : શુક્રવારે રિલીઝ થયેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મના ફર્સ્ટ હાફના વખાણ થઈ રહ્યા છે જ્યારે સામે પક્ષે નબળી વાર્તાની ટીકા પણ થઈ રહી છે. જોકે આ બધા વચ્ચે પણ સાહોએ પહેલા જ દિવસે આખા દેશમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે માત્ર હિંદી સર્કલમાં 24 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનું સૌથી સારું પ્રદર્શન તેલુગુ સર્કલમાં રહ્યું છે. અહીં ફિલ્મે સારી એવી કમાણી કરીને નંબર વન ઓપનિંગ રેકોર્ડ બનાવ્યો છે. 

Gross Figures:

Nizam 14.1
AP 42.2
Karnataka 13.9
Tamilnadu 3.8
Kerala 1.2
Hindi Markets 29.6

Total India Gross 104.8 Cr
Total India Share 68.1 Cr

— Ramesh Bala (@rameshlaus) August 31, 2019

જોકે આ ફિલ્મ બાહુબલી 2ની કમાણીનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બાહુબલી 2એ પહેલા દિવસે આખા દેશમાં 214 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે સાહોના હિન્દી વર્ઝને પહેલા દિવસે 24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

— taran adarsh (@taran_adarsh) August 31, 2019

જોકે આ ઓપનિંગ સાથે સાહો ફિલ્મ સલમાન ખાનની ભારત અને અક્ષય કુમારની મિશન મંગલના પહેલા દિવસના કલેક્શનનો રેકોર્ડ નથી તોડી શકી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news