Welcome 3 ની સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટનો થયો ખુલાસો, અક્ષય કુમાર સાથે જોવા મળશે આ કલાકારો

Welcome 3 Release Date: વેલકમ 3 માટે ફિરોઝ નડિયાદવાલાએ ક્રિસમસ 2024 ને બુક કરી લીધી છે. આ સિક્વલ નું નામ વેલકમ ટુ ધ જંગલ હશે. આ ફિલ્મને ફિરોઝ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ખાસ વાત એ છે કે વેલકમ ને પણ વર્ષ 2007 માં ક્રિસમસ પર જ રિલીઝ કરવામાં આવી હતી.

Welcome 3 ની સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટનો થયો ખુલાસો, અક્ષય કુમાર સાથે જોવા મળશે આ કલાકારો

Welcome 3 Release Date: બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડનાર ફિલ્મ વેલકમની ત્રીજી સીક્વલને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મની બે સિક્વલ આવી ગઈ છે અને હવે વેલકમ 3 ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે પણ ખુલાસો થયો છે. ચર્ચાઓ છે કે વેલકમ 3 માં અક્ષય કુમાર ફરીથી જોવા મળશે આ ઉપરાંત ઘણા નવા એક્ટર્સની એન્ટ્રી પણ વેલકમ 3 માં થઈ છે.

આ પણ વાંચો:

વેલકમ 3 ને લઈને ફિલ્મ ક્રિટીક તરણ આદર્શ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેને ટ્વિટમાં લખ્યું છે કે ફિરોઝ નડિયાદવાલાએ ક્રિસમસ 2024 ને વેલકમ 3 માટે બુક કરી લીધી છે. આ સિક્વલ નું નામ વેલકમ ટુ ધ જંગલ હશે. આ ફિલ્મને ફિરોઝ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ખાસ વાત એ છે કે વેલકમ ને પણ વર્ષ 2007 માં ક્રિસમસ પર જ રિલીઝ કરવામાં આવી હતી.

It may be recalled that the producer had released… pic.twitter.com/oPUJwqT2wH

— taran adarsh (@taran_adarsh) August 16, 2023

ચર્ચાઓ એવી પણ છે કે આ ફિલ્મમાં દિશા પટની અને જેકલીન ફર્નાન્ડીસની પણ એન્ટ્રી થઈ છે. સાથે જ અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં વાપસી કરશે તે કન્ફર્મ થયું છે. જોકે વેલકમ 3માં અનિલ કપૂર અને નાના પાટેકરની ગેરહાજરી હશે અને તેના બદલે સંજય દત્ત અને અર્શદ વારસી જોવા મળશે.

વેલકમ અને વેલકમ બેક ફિલ્મનું નિર્દેશન અનીશ બસમીએ કર્યું હતું. પરંતુ વેલકમ 3 નું નિર્દેશન અહેમદ ખાન કરશે. જોકે ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને રિલીઝ ડેટ સ્ટારકાસ્ટ અંગે મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં તેઓ કરી શકે છે. ચર્ચાઓ એવી છે કે થોડા દિવસ પહેલા જ અક્ષય કુમાર, સંજય દત્ત, અર્શદ, વારસી, દિશા પટની, જેકલીન ફર્નાન્ડીઝ અને અહેમદ ખાન ફોટોશૂટ માટે મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news