બોલીવુડની આ 6 હોરર સિરીઝ ભુલાવી દેશે હોલીવુડ, જોયા પછી ઘરમાં એકલા રહેવામાં પણ લાગશે ડર

Best Horror Web Series: જો તમે હોરર ફિલ્મો અને વેબ સિરીઝ જોવાના શોખીન છો તો આજે તમને બોલીવુડની એવી 6 હોરર સિરીઝ વિશે જણાવીએ જેને જોઈને તમારા હોશ ઊડી જશે. સામાન્ય રીતે હોરર ફિલ્મો અવે વેબ સિરીઝ હોલીવુડની જોવાનું લોકો પસંદ કરે છે. પરંતુ આ 6 વેબ સિરીઝ એવી છે જે તમને હોલીવુડ ભુલાવી દેશે. આ સિરીઝ જોયા બાદ તમને ઘરમાં એકલા રહેવામાં પણ ડર લાગી શકે છે.. 

બેતાલ

1/6
image

વિનીત કુમારની વેબ સીરીઝ બેતાલ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ આજે પણ લોકોને જોવી ગમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં લાખો લોકોએ તેને જોઈ છે. આ વેબ સિરીઝ તમને ધ્રુજાવી દેશે. 

અનકહી-અનસુની

2/6
image

ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝ એક પોલીસ અધિકારીની સ્ટોરી છે. આ પોલીસ અધિકારીની બદલી ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેરમાં થાય છે. પોલીસની ડ્યૂટી કરતી વખતે તેની સામે કેટલીક ભયાનક ઘટનાઓ આવે છે. આ હોરર થ્રિલર સિરીઝ તમને પરસેવો વાળી દેશે.

ગેહરૈયાં

3/6
image

જિયો સિનેમા પર રીલીઝ થયેલી સિરીઝ ગેહરૈયાં પણ ખૂબ જ ભયંકર હોરર સ્ટોરી છે. જેમાં બેંગ્લોરમાં રહેતી એક મહિલાની અચાનક બદલી થઈ જાય છે. ટ્રાન્સફર બાદ મહિલા મુંબઈ આવે છે. ત્યારપછી તેની સાથે જે થાય છે તે તમને પણ ડરાવી દેશે.

ઘાઉલ

4/6
image

રાધિકા આપ્ટે, ​​માનવ કૌલ અને મહેશ બલરાજ સ્ટારર સિરીઝ ઘાઉલ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝ એક મિલિટરી કેમ્પની સ્ટોરી છે. પરંતુ તે એટલી ભયંકર છે કે તમને એકલા જોવામાં પણ ડર લાગશે.

ટાઈપરાઈટર

5/6
image

દિગ્દર્શક સુજોય ઘોષની સિરીઝ ટાઈપરાઈટર બોલિવૂડની શ્રેષ્ઠ વેબ સિરીઝમાંથી એક છે. આ વાર્તા તમને એક વિચિત્ર દુનિયામાં પણ લઈ જાય છે. નેટફ્લિક્સની આ સિરીઝ લોકોને ખૂબ પસંદ આવી હતી.  

અધુરા

6/6
image

 એમેઝોન પ્રાઇમ વિડિયોની આ સિરીઝ એક હોરર થ્રિલર સ્ટોરી છે. આ સિરીઝ અનન્યા બેનર્જી અને ગૌરવ કે ચાવલા દ્વારા નિર્દેશિત છે. આ સિરીઝ જોયા પછી રાતની ઊંઘ ઊડી જાય તો નવાઈ નહીં.