Crime Thriller: જો તમને પણ ક્રાઈમ થ્રિલર જોવાનો શોખ છે તો મગજને કસરત કરાવી દે તેવી આ 5 વેબ સિરીઝ જોવાનું ન ચુકતાં

Must Watch Web Series: જો તમને ક્રાઈમ, સસ્પેન્સ અને થ્રિલર વેબ સિરીઝ જોવાનો શોખ હોય તો આજે તમને બેસ્ટ વેબ સિરીઝનું લીસ્ટ આપીએ. ઓટીટી પર એવી કેટલીક ક્રાઈમ-થ્રિલર સિરીઝ રિલીઝ થઈ ચુકી છે જેને જોવાથી તમારા મગજના તાર હજી જાશે. આ વેબ સિરીઝમાં સસ્પેન્સ તો એટલું છે કે તેનાથી તમારા મગજને કસરત થઈ જશે. આ સિરીઝ શરુઆતથી છેલ્લા સીન સુધી તમને સ્ક્રીન સાથે બાંધી રાખશે. 

પાતાલ લોક

1/5
image

અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત ક્રાઈમ સસ્પેન્સ વેબ સિરીઝ પાતાલ લોકનું પાત્ર હથોડા ત્યાગી ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. સિરીઝ તમને અંત સુધી સ્ક્રીન સાથે જકડી રાખશે.  પાતાલ લોક એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.

મર્ઝી

2/5
image

સસ્પેન્સ થ્રિલર સિરીઝના લીસ્ટમાં મર્ઝી પણ આવે છે. આ સિરીઝ 6 એપિસોડની છે. જેમાં આહાના કુમરા અને રાજીવ ખંડેલવાલ મુખ્ય ભુમિકામાં છે. આ સિરીઝ Voot Select પર જોવા મળશે. 

અનદેખી

3/5
image

 આ એક ફેમિલી ડ્રામા સિરીઝ છે જેમાં જોરદાર સસ્પેન્સ જોવા મળે છે છે. અનદેખી સિરીઝ Sony Liv પર  જોવા મળશે. 

ધ લાસ્ટ અવર

4/5
image

સંજય કપૂર અને રાયમા સેનની આ જોરદાર સસ્પેન્સ સિરીઝ છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે. 

ભૌકાલ

5/5
image

મોહિત રૈનાની વેબ સિરીઝ ભૌકાલ વાસ્તવિકતા પર આધારિત શ્રેણી છે. અત્યાર સુધી આ સીરીઝની બે સીઝન આવી ચુકી છે. આ વેબ સિરીઝ MX પ્લેયર પર જોઈ શકાય છે.