સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ

Sushant Singh Rajput ના કેસમાં સીબીઆઈ તપાસની માગ થઈ રહી છે. હવે ભાજના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે. 

સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. તેના ફેન્સ માનવા તૈયાર નથી કે તેણે આપઘાત કર્યો છે. આ મામલામાં સોશિયલ મીડિયા પર સતત બીસીઆઈ તપાસની માગ ઉઠી રહી છે. હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે. 

સુબ્રમણ્યમ સ્વામીએ લેટરમાં તે પણ લખ્યુ છે કે, બોલીવુડના ઘણા મોટા નામ મુંબઈના ડોન સાથે મળીને મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્વામીએ લેટરમાં લખ્યુ, 'મને વિશ્વાસ છે કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મોતથી તમે વાકેફ હશો. મારા વકીલ સાથે ઇશકરણ ભંડારીએ આ કથિત આત્મહત્યાના મામલામાં રીસર્ચ કર્યુ છે. પરંતુ એફઆઈઆર થયા બાદ પોલીસ આ મામલાની હજુ પણ તપાસ કરી રહી છે. મને મારા મુંબઈના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, બોલીવુડના ઘણા મોટા નામ મુંબઈના ડોન સાથે મળીને આ મામલાને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી મિસ્ટર રાજપૂના મોતનું કારણ આત્મહત્યા સાબિત થઈ જાય.'

— Dharma (@Dharma2X) July 15, 2020

જનતાના વિશ્વાસ માટે નિષ્પક્ષ તપાસ જરૂરી
સ્વામીએ તે પણ લખ્યુ કે, મહારાષ્ટ્ર સરાકરમાં ઘણા મોટા નામ છે જેનું માનવું છે કે સુશાંતે આત્મહત્યા કરી હતી તેથી જનતાના વિશ્વાસ માટે તે ઈચ્છે છે કે મુંબઈ પોલીસ આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે. આ સાથે તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડાયરેક્ટ કે રાજ્યપાલ દ્વારા સીબીઆઈ તપાસની સલાહ આપે. 

સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત

મુંબઈ પોલીસને સંભાળવા દો કોરોના
સુબ્રમણ્યમ સ્વામીએ પત્રમાં લખ્યુ કે, મુંબઈ પોલીસ આમ પણ કોરોના મહામારીમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં લાગેલી છે. તેથી જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ મામલાની સીબીઆઈની તપાસ જ રસ્તો છે. આખરે તેમણે લખ્યુ, મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સલાહ પર સીબીઆઈતપાસ માટે જરૂર રાજી થઈ જશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news