બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમનો મોટો આદેશ, 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપો

ગુજરાતના ૨૦૦૨ ગુજરાત કોમી રમખાણ બાદ ફાટી નીકળેલા થયેલા બિલ્કીસ બાનો ગેંગરેપ કેસ મામલે આજે સુપ્રિમ કોર્ટમા સુનાવણી થઈ હતી. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોને 5૦ લાખનુ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. તેમજ સરકારી નોકરી અને ઘર આપવાનો પણ આદેશ કર્યો છે.

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમનો મોટો આદેશ, 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપો

હિતેન વિઠલાણી/ગાંધીનગર :ગુજરાતના ૨૦૦૨ ગુજરાત કોમી રમખાણ બાદ ફાટી નીકળેલા થયેલા બિલ્કીસ બાનો ગેંગરેપ કેસ મામલે આજે સુપ્રિમ કોર્ટમા સુનાવણી થઈ હતી. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોને 5૦ લાખનુ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. તેમજ સરકારી નોકરી અને ઘર આપવાનો પણ આદેશ કર્યો છે. આ પહેલા 29 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલામાં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે, તે 2 સપ્તાહમાં એક આઈપીએસ અધિકારી સહિત 6 પોલીસવાળાઓની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરે. આ તમામ પોલીસવાળાઓ પર રેપ કેસની તપાસમાં લાપરવાહી દાખવવાનો આરોપ છે.

હકીકતમાં, બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યોગ્ય વળતરની માંગણી કરી હતી. આ માંગ પર ગુજરાત સરકારે બિલ્કીસ બાનોને 5 લાખ વળતર આપવાની વાત કરી હતી, જેને બિલ્કીસ બાનોએ નકારી કાઢી હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી વળતરની રકમ વધારવાની અરજી પર જવાબ માંગ્યો હતો. બિલ્કીસની અરજી પર સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને એ અરજી પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું કે, આ કેસમાં દોષિત પોલીસવાળા તેમજ તબીબની વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે.

આ પહેલા થયેલી સુનવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરવાથી ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું હતું કે, તમે ગુજરાત સરકારને અરજીની કોપી આપો. આ મામલાની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વળતરની રકમ વધારવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપીઓને પક્ષ કેમ બનાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, વળતર સરકારે આપવાનું છે. 

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જણાવવા કહ્યું હતું કે, આરોપી પોલીસવાળા તેમજ ડોક્ટરની વિરુદ્ધ શું કાર્યવાહી થઈ છે. સુપ્રીમ કોર્ટે મામલાની સુનવણી દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે, કેસમાં આરોપી પોલીસવાળા તથા તબીબ કેવી રીતે કામ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ સંબંધે પૂછ્યું હતું કે, આરોપી પોલીસવાળા તેમજ ડોક્ટરની વિરુદ્ધ શુ કાર્યવાહી થઈ છે, આ મામલાની માહિતી આપો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news