SCના નામે ‘ચૌકીદાર ચોર છે’ નિવેદન આપવા પર ફસ્યા રાહુલ ગાંધી, કન્ટેમ્પ્ટ નોટિસ જારી

સુપ્રીમ કોર્ટના હવાલો આપી ‘ચૌકીદાર ચોર છે’નું નિવેદન આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી છે. પહેલા કોર્ટે રાહુલથી સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું હવે કન્ટેમ્પ્ટ નોટીસ જારી કરી છે.

SCના નામે ‘ચૌકીદાર ચોર છે’ નિવેદન આપવા પર ફસ્યા રાહુલ ગાંધી, કન્ટેમ્પ્ટ નોટિસ જારી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના હવાલો આપી ‘ચૌકીદાર ચોર છે’નું નિવેદન આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી છે. પહેલા કોર્ટે રાહુલથી સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું હવે કન્ટેમ્પ્ટ નોટીસ જારી કરી છે. આ મામલે આગામી સુનાવણી 30 એપ્રિલે થશે. સોમવાર (22 અપ્રિલ)ના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં તેમની ટિપ્પણી પર દુ:ખ વ્યક્ત કર્યું હતું, જમાં કહ્યું હતું કે ચૂંટણી માહોલમાં આવું નિવેદન આપી દીધુ હતું જેના માટે તેમને દુ:ખ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાફેલ મામલે નિર્ણય આવ્યા બાદ સુપ્રિમકોર્ટનું નામ લઇ ‘ચોકીદાર ચોર છે’ નિવેદન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પ્રચારના જોશમાં એવું કહી દીધું હતું. કહ્યું- કોઇ પણ રીત રાફેલ મામલાને લઇને ચાલી રહેલી સુનાવણી આ નિર્ણયના સંદર્ભમાં ખોટી ટપ્પણી કરી કોર્ટની અવગણના કરવાનો કોઇ ઉદેશ્ય ન હતો. તેમણે તે બયાન સોશિયલ મીડિયા પર વિશ્વાસ કરી અને તેમની પાસે હાજર એક્ટિવિસ્ટ તેમજ કાર્યકર્તાઓની વાતો પર વિશ્વાસ કરતા કહી હતી.

સુપ્રિમ કોર્ટે 15 અપ્રિલના સ્પષ્ટ કર્યું હતું કે, રાફેલ પર તેમનો નિર્ણય એવો કંઇપણ નહતો, જેના સંદર્ભથી એવું કહી શકાય કે ‘ચોકીદાર ચોર છે’. રાહુલ ગાંધીએ કોર્ટના નિર્ણયના સંદર્ભ આપતા કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટ પણ માને છે કે ‘ચોકીદાર ચોર છે’.

સુપ્રીમ કોર્ટે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની અવગણના અરજી પર 15 એપ્રિલે રાહુલ ગાંધીના નર્દેશ પર અરજી દાખલ કરી હતી કે તેઓ 22 એપ્રિલ સ્પષ્ટીકરણ આપે. મીનાક્ષી લેખીએ આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીની સામે અવગણના કાર્યવાહી શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, વિવાદિત નિવેદનને લઇને સાંદસ મિનાક્ષી લેખીએ રાહુલની સામે સુપ્રીમ કોર્ટમાં અવગણના અરજી દાખલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news