સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 5 દિવસમાં 11 આંચકા

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સવારે કચ્છ (Kutch) માં ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી 14 કિલોમીટર દૂર હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ ભૂકંપની તીવ્રતા 3.9 રિક્રટર સ્કેલ નોંધાઈ હતી. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 5 દિવસમાં 11 આંચકા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છ (Kutch) માં આજે વહેલી સવારે 7.42 મિનિટે 3.2 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇ (Dudhai) થી 18 કિલોમીટર દુર છે. વહેલી સવારે ભૂકંપ (Earthquake) નો આવતા લોકોની હરામ થઇ ગઇ હતી અને સુતા લોકો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ કચ્છ (Kutch) માં અવારનવાર આવ્યા કરે છે. કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં 11  આંચકા અનુભવાયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સવારે કચ્છ (Kutch) માં ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી 14 કિલોમીટર દૂર હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ ભૂકંપની તીવ્રતા 3.9 રિક્રટર સ્કેલ નોંધાઈ હતી. 

ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભુકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે. 

નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચ્છ દ્વારા મેઇનલેઇન્ડ ફોલ્ડ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઇન જમીનના પેટાળમાં લખપતથી લઇને ભચાઉ સુધી 150 કિલોમીટર જેટલી લાંબી લાઇન છે. ગત્ત મહિને અરેબિયન જર્નલ ઓફ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.  જેમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભુકંપના આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. 

ભૂકંપ આવે એટલે શું કરવું
ભૂકંપના આંચકાનો અનુભવ થતા તમે ઘરમાંથી બહાર ખુલ્લી જગ્યા પર જાવ. મોટી ઈમારત, વીજળીના થાંભલા અને ઝાડથી દૂર રહો. ભૂંકપ આવે ત્યારે બહાર નીકળવા માટે લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. નીચે ઉતરવા માટે સીડીઓનો જ ઉપયોગ કરો. જો તમે કોઈ એવી જગ્યા પર છો, જ્યાંથી બહાર નીકળવા છતાં પણ ફાયદો નહીં થાય. તો તમે એવી જગ્યા શોધો જ્યાં તમે બચી શકો. બેડ નીચે અથવા તો ટેબલ નીચે જઈને તમે પોતાને સુરક્ષિત રાખી શકો છો. ભૂકંપના આંચકા અનુભવાતા તમે પંખા, બારી, તિજોરી કે અન્ય ભારે સામાનથી દૂર રહો. ભારે સામાન પડવાથી કે કાંચ તૂટવાથી ઈજા થવાની શક્યતા રહે છે.

બેડ, ટેબલ, ડેસ્ક જેવા મજબૂત ફર્નીચર નીચે ઘુસીને તેને મજબૂતીથી પકડી લો. જેથી આંચકાના કારણે તે ખસી ન જાય. જો તમને આસપાસ કોઈ મજબૂત વસ્તુ નજરે નથી પડતી તો, કોઈ મજબૂત દિવાલને અડોઅડ ઉભા રહો. કોઈ મજબૂત વસ્તુ અથવા પુસ્તક વડે માથુ ઢાંકીને ઢીંચણના બળે બેસી જાવ. વારંવાર ખુલતા અને બંધ થતા દરવાજાથી દૂર રહો. જો ભૂકંપ આવે ત્યારે તમે ગાડીમાં હોવ ત્યારે બલ્ડિંગ, હોર્ડિંગ્સ, થાંભલા, ફ્લાયઓવર, પુલથી દૂર ખુલ્લા મેદાનમાં જતા રહો. ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખીને સ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news