સવારની પરોઢમાં 3 લડાકુ રાફેલ જામનગર એરફોર્સ પર ઉતર્યા, વાયુસેના વધુ મજબૂત બનશે

આજે વહેલી સવારે વધુ ત્રણ 3 રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને ગુજરાતમાં લેન્ડ થયા છે. લડાકુ વિમાનોની ચોથી ફોજમાં ત્રણ રાફેલ (Rafale Fighter Jet) ભારતમાં મળ્યાં છે. ફ્રાન્સના એસ્તરેસ એરબેઝ પરથી નોન-સ્ટોપ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર ત્રણેય રાફેલ આવી પહોંચ્યા છે. આ વચ્ચે યુએઈ એરફોર્સમાં રાફેલ ઈંધણ ભરવા રોકાયા હતા. ત્યારે ભારત પાસે હવે રાફેલ લડાકુ વિમાનોની ફોજ થઈ ગઈ છે. વધુ રાફેલ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. 

સવારની પરોઢમાં 3 લડાકુ રાફેલ જામનગર એરફોર્સ પર ઉતર્યા, વાયુસેના વધુ મજબૂત બનશે

મુસ્તાક દલ/જામનગર :આજે વહેલી સવારે વધુ ત્રણ 3 રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને ગુજરાતમાં લેન્ડ થયા છે. લડાકુ વિમાનોની ચોથી ફોજમાં ત્રણ રાફેલ (Rafale Fighter Jet) ભારતમાં મળ્યાં છે. ફ્રાન્સના એસ્તરેસ એરબેઝ પરથી નોન-સ્ટોપ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર ત્રણેય રાફેલ આવી પહોંચ્યા છે. આ વચ્ચે યુએઈ એરફોર્સમાં રાફેલ ઈંધણ ભરવા રોકાયા હતા. ત્યારે ભારત પાસે હવે રાફેલ લડાકુ વિમાનોની ફોજ થઈ ગઈ છે. વધુ રાફેલ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. 

કરાર મુજબ, 36 રાફેલ જેટમાંથી 14 વિમાન ભારત પહોંચાડવામાં આવ્યા છે, 14 (આ 3 સહિત) ને આઈએએફ દ્વારા ભારત લઈ જવામાં આવ્યા છે. વધુ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. ઈન્ડિયન એરફોર્સ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એરફોર્સે ટ્વીટમાં કહ્યું કે, ફ્રાન્સના એસ્તરેસ એરબેઝથી ડાયરેક્ટ ફ્લાઈટના માધ્યમથી 3 રાફેલની ચૌથી ખેપ ભારતીય જમીન પર ઉતરી ચૂકી છે. અન્ય એક ટ્વીટમાં વાયુસેનાએ લખ્યું કે, યુએઈએ એરફોર્સના ટેન્કરોએ ફ્લાઈટ દરમિયાન રાફેલમાં ઈંધણ ભર્યું હતું. તે બંને દેશોની વાયુ સેનાઓની વચ્ચે મજબૂત થતા સંબંધોમાં પાયાનો પત્થર સાબિત થશે. આભાર યુએઈ એરફોર્સ. વાયુસેનાએ આ સાથે જ રાફેલના લેન્ડિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે. 

— India in France (@Indian_Embassy) March 31, 2021

2015માં થયો હતો સોદો
રાફેલ વિમાનોનો પહેલો સ્કોડ્રન અંબાલા વાયુસેના સ્ટેશન પર તૈનાત છે. વિમાનોનો પહેલો જથ્થો ગત વર્ષે 29 જુલાઈના રોજ ફ્રાન્સથી ભારત આવ્યો હતો. ભારતે 59 હજાર કરોડ રૂપિયામાં 36 લડાકુ વિમાન માટે વર્ષ 2015 માં ફ્રાન્સ સરકારની સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યાં હતા. 

— India in France (@Indian_Embassy) March 31, 2021

ગત વર્ષથી મળવા લાગ્યા રાફેલ
ગત વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ અંબાલામાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન રાફેલ લડાકુ વિમાનોને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્રણ વિમાનોનો બીજો જથ્થો 3 નવેમ્બરના રોજ ભારત પહોંચ્યો હતો. તો તેના બાદ 27 જાન્યુઆરીના રોજ બીજા ત્રણ વિમાનો આવ્યા હતા.  

અંબાલા બાદ હવે પશ્ચિમ બંગાળના હાશીમોરામાં રાફેલની બીજી સ્કોડ્રન બનાવવામાં આવી રહી છે. રાફેલ વિમાનની બીજી સ્કોડ્રન હાશીમારામાં મુખ્ય સંચાલન અડ્ડા પર તૈનાત કરવામાં આવશે. ભારતને આગામી કેટલાક મહિનામાં ફ્રાન્સથી વધુ રાફેલ મળવાની આશા છે. એક સ્કોડ્રનમાં લગભગ 18 વિમાન હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news