અલ્પેશને વધુ એક ઝટકો, બનાસકાંઠાના 50 ઠાકોર સેનાના કાર્યકરો ભાજપમાં જોડાયા

 બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેનાના કેટલાક કાર્યકરો હવે ભાજપમાં જોડાઈ જતા અલ્પેશને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે. 

  • બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેનાના કાર્યકરો જોડાયા ભાજપમાં
  • ઓબીસી એક્તા મંચના જિલ્લા મહામંત્રી નીતિન ઠાકોર, મહામંત્રી મેહુલ પ્રજાપતિ પણ સામેલ છે. 
  • ગુરુવારે સિદ્ધપુરમાં પણ ઠાકોર નેતા સામે થયો હતો વિરોધ

Trending Photos

અલ્પેશને વધુ એક ઝટકો, બનાસકાંઠાના 50 ઠાકોર સેનાના કાર્યકરો ભાજપમાં જોડાયા

બનાસકાંઠા:  ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર જ્યારથી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી સમસ્યાઓ તેમનો પીછો છોડતું નથી. તેઓ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ ત્યાંના સ્થાનિક આગેવાનો જરાય ઈચ્છતા નથી કે અલ્પેશ ત્યાંથી ચૂંટણી લડે. આ બેઠક પર તેમનો આગ્રહ છે કે કોઈ સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવે. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેનાના કેટલાક કાર્યકરો હવે ભાજપમાં જોડાઈ જતા અલ્પેશને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે. જેમાં ઓબીસી એક્તા મંચના જિલ્લા મહામંત્રી નીતિન ઠાકોર, મહામંત્રી મેહુલ પ્રજાપતિ પણ સામેલ છે. 

ગુરુવારે અલ્પેશ ઠાકોરે હારીજ, નવરંગપુરા, રાધનપુર, સહેસામાં કાર્યકર સંપર્ક બેઠકો યોજી હતી. જેમાં સિદ્ધપુરના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં બધાએ સ્થાનિક નેતાનો આગ્રહ રાખ્યો હતો. બેઠકમાં સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા આગેાનોએ રટ પકડી રાખી હતી કે તેમને ઉમેદવાર સ્થાનિક જ જોઈએ. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 23, 2017

આગેવાનોની આ માગણીને પગલે અલ્પેશ ઠાકોરે સભા છોડીને ચાલતી પકડી હતી. આમ કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર માટે તેમના જ સમાજ તરફથી પણ અનેક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news