ગીરસોમનાથ: ખેતરો બન્યા તળાવ અને ખેડૂત બન્યા સાગરખેડૂ, વિશાળ માછલી જોઇને આંખો થઇ જશે પહોળી

ગીર સોમનાથના ખેડૂતો માટે હવે વરસાદ આફતનો વરસાદ બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય નાગરિકો પણ પરેશાન બન્યા છે. ઉના તાલુકાના અનેક ગામોની વિજલી ગુલ થઇ ચુકી છે. અનેક ફિડરો પણ બંધ થઇ ચુક્યા છે. ઉનાના લામધાર ગામે ટ્રાન્સફોર્મર બળી જતા મુશ્કેલી સર્જાઇ. ભારે વરસાદના પગલે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

ગીરસોમનાથ: ખેતરો બન્યા તળાવ અને ખેડૂત બન્યા સાગરખેડૂ, વિશાળ માછલી જોઇને આંખો થઇ જશે પહોળી

અમદાવાદ : ગીર સોમનાથના ખેડૂતો માટે હવે વરસાદ આફતનો વરસાદ બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય નાગરિકો પણ પરેશાન બન્યા છે. ઉના તાલુકાના અનેક ગામોની વિજલી ગુલ થઇ ચુકી છે. અનેક ફિડરો પણ બંધ થઇ ચુક્યા છે. ઉનાના લામધાર ગામે ટ્રાન્સફોર્મર બળી જતા મુશ્કેલી સર્જાઇ. ભારે વરસાદના પગલે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ: દારૂની હેરાફેરી માટે બૂટલેગરની વિચિત્ર તરકીબ, પોલીસ પણ આશ્ચર્યચકિત
તો બીજી તરફ સતત વરસાદના કારણે ખેતરો તળાવ બન્યા છે. પરાકાષ્ઠતા તો ત્યારે જોવા મળી જ્યારે એક ખેતરમાં વિશાળકાય વ્હેલ માછલી જેવડી વિશાળકાય માછલી ખેતરમાં ખેંચાઇ આવી હતી. ડેમની મહાકાય માછલી ખેતરમાં આવી ગઇ હતી. જેના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. મોટા ભાગનો પાક તો બળીને ખાખ થઇ ચુક્યો છે. ભારે વરસાદના પગલે મોટા ભાગનો પાક બળીને ખાખ થઇ ચુક્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે.

NRI યુવકે મોડેલ સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ સાથે રહ્યા પછી અચાનક એક દિવસ થયો મોટો ઘટસ્ફોટ...
ઉના, વેરાવળ, તલાલા, સુત્રાપાડા, ગીરગઢડામાં 1થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. ખેડૂતોનો પાક તો બળીને ખાખ થઇ ચુક્યો છે. પરંતુ સહાયની આશાએ તેઓ બેઠા છે. સામાન્ય નાગરિકોની સ્થિતી પણ ખુબ જ કફોડી બની છે. સરકાર તેમની ઝડપથી મદદ કરે ખેડૂતો આશા રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news