NRI યુવકે મોડેલ સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ સાથે રહ્યા પછી અચાનક એક દિવસ થયો મોટો ઘટસ્ફોટ...

મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનો જીવનસાથી શોધતા પહેલા તપાસ કરી લેજો નહિ તો વડોદરાના અમેરિકામાં રહેતા એન આર આઈ યુવક જેવી તમારી હાલત થશે. NRI યુવક સાથે શું કર્યું મોડેલે અને કેમ હાલમાં તે જેલના સળિયાની પાછળ છે તેનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો. કઇ રીતે મોડલ જેલના સળીયા પાછળ પહોંચી જાણો ખાસ અહેવાલમાં.
NRI યુવકે મોડેલ સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ સાથે રહ્યા પછી અચાનક એક દિવસ થયો મોટો ઘટસ્ફોટ...

રવિ અગ્રવાલ/વડોદરા : મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનો જીવનસાથી શોધતા પહેલા તપાસ કરી લેજો નહિ તો વડોદરાના અમેરિકામાં રહેતા એન આર આઈ યુવક જેવી તમારી હાલત થશે. NRI યુવક સાથે શું કર્યું મોડેલે અને કેમ હાલમાં તે જેલના સળિયાની પાછળ છે તેનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો. કઇ રીતે મોડલ જેલના સળીયા પાછળ પહોંચી જાણો ખાસ અહેવાલમાં.

વડોદરાના એનઆરઆઈ ડિવોર્સી યુવક મિતેષ વાઘેલા બીજા લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી સર્ચ કરતો હતો. તે દરમિયાન તેનો મુંબઈની મોડલ પ્રિયંકા પંચાલ સાથે સંપર્ક થયો. પ્રિયંકા પંચાલે પોતે ડિવોર્સી પ્રોફાઈલ મૂકી મિતેષ વાઘેલાને અંધારામાં મૂકી લગ્ન કરી લીધા. મિતેષ વાઘેલા અમેરિકામાં રહેતો હતો. જેથી પ્રિયંકા પણ અમેરિકા જતી રહી. પ્રિયંકા મિતેષ સાથે ત્રણ વર્ષ સુધી લગ્નજીવનમાં રહી. પરંતુ એક દિવસ તેને મિતેષને પોતે ડિવોર્સી નહિ પરણિત હોવાની હકીકત કહેતા મિતેષને મોટો આંચકો લાગ્યો. એટલું જ નહિ પ્રિયંકાએ કહ્યું કે તેનો પતિ અને બાળકો મુંબઈમાં રહે છે. 

જેથી મિતેષે પ્રિયંકા સાથે નહિ રહેવાની વાત કરતા પ્રિયંકાએ ધાક ધમકી આપી મિતેષ પાસેથી અલગ અલગ રીતે 20 લાખ પડાવી લીધા. એટલું જ નહિ મિતેષ સામે અમેરિકામાં ઘરેલું હિંસાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. મુંબઈની મોડેલની હકીકત સામે આવતા વડોદરામાં રહેતા મિતેષના પિતા રમણ વાઘેલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મોડેલ પ્રિયંકા પંચાલ સામે છેતરપિંડી અને એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવી છે. બાદમાં કારેલીબાગ પોલીસ મુંબઈ પહોંચી મોડેલની ધરપકડ કરી. પોલીસની તપાસમાં મોડેલે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેને અમેરિકાના એચ 1 વિઝા મેળવવા લગ્નનું તરકટ રચ્યું હતું. તેમજ તે તેના મુંબઈમાં રહેતા પતિને છૂટાછેડા આપી કાયમી અમેરિકા સ્થાયી થવાનું વિચારી રહી હતી. એસીપી એ કહ્યું કે આરોપી યુવતી એ નામ બદલી યુવક સાથે લગ્ન કર્યા અને બાદમાં છેતરપિંડી કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news