'જેમના મૃતદેહ નથી મળતા તેમને પણ ગતિ મળી જાય છે, ખોટી માન્યતામાં રહેવું ન જોઈએ: મોહન ભાગવત

ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનેટ લાઈફ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. તેમને સુરત તેમજ દેશભરમાંથી જે લોકોએ અંગદાન કર્યું છે. તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું.

'જેમના મૃતદેહ નથી મળતા તેમને પણ ગતિ મળી જાય છે, ખોટી માન્યતામાં રહેવું ન જોઈએ: મોહન ભાગવત

ઝી બ્યુરો/સુરત: ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના હસ્તે અંગદાતા પરિવારને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાત્તા અને અંગ મેળવનારા લોકોએ પોતાના ભાવ વ્યક્ત કર્યા હતાં. આ તબક્કે અંગદાત્તા પરિવારને સન્માનિત કરવાની સાથે સાથે અંગદાનના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યાં હતાં. 

ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનેટ લાઈફ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. તેમને સુરત તેમજ દેશભરમાંથી જે લોકોએ અંગદાન કર્યું છે. તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. ડોનેટ લાઈફની કામગીરી જોતા પોસ્ટર વિભાગ દ્વારા પણ એક ટિકિટ જાહેર કરવામાં આવી છે. 

અંગદાત્તા પરિવાર અને અંગદાત્તા ખરેખર દેવતા સમાન છે. કોઈના વિઘ્ન હરવા આ પરિવારે અંગદાન કર્યું છે. અહીં તમામ કામ કરવાવાળા બેઠેલા છે. જેને લાભ થયો છે,તેણે પણ સહભાગી થવાનો સંકલ્પ કર્યો છે. મને એક જ કામ સોંપવામાં આવ્યું છે જે માત્ર બોલવાનું છે. અંગદાનનું આ કાર્ય જોશમાં નહીં પરંતુ હોશમાં કરવાનું કાર્ય છે. 

આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે દેશના નાગરિકો સુખ દુઃખદ સહભાગિતા બને તે દેશભક્તિ છે. અંગદાન દેશભક્તિનું સ્વરૂપ છે. મૃત્યુ બાદ પણ શરીર કોઈના ઉપયોગમાં આવી શકે તો અંગદાન કરવું જ જોઈએ. મનુષ્ય શરીરનો ઉપયોગ તમામ લોકો માટે જીવવા તેજ માનવ ઉદ્દેશ સને ધર્મ છે. જીવિત વ્યક્તિઓના ઉપયોગમાં અંગો કામ આવે તો તે કાર્ય કરવું જોઈએ. 

તેમણે ઉમેર્યું હતું કે, શરીરને છોડ્યા પછી જે કાંઈ છે તેનો મોહ રહેતો નથી. ઘણા લોકો એવું વિચારે છે કે શરીરનો કોઈ ભાગ વગર અંતિમ દાહની ક્રિયા થાય તો ગતિ ન મળે પરંતુ એવું નથી હોતું. ઘણા એવા વ્યક્તિઓ સંજોગો વાત મૃત્યુ પામે છે અને તેમના મૃતદેહ નથી. તેમને પણ ગતિ મળી જાય છે. દધીચી ઋષિ એ પહેલા વિશ્વના ઓર્ગન ડોનર હતા. ઓર્ગન ડોનેશનનું કામ શાસ્ત્રોત રીતે પણ નિષેધ કરાયેલું નથી માટે ખોટી માન્યતામાં પ્રવર્તો જોઈએ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news