ખેડૂતો ચિંતામાં! ગુજરાતમાં 800 કરોડથી વધુના ઉદ્યોગમાં આ રોગનો મોટો ખતરો! ઝડપથી ફેલાશે તો....
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝીંગા તળાવો બન્યા છે અને ઝીંગા ઉદ્યોગ અંદાજે 800 કરોડથી વધુનો થયો છે. નવસારીમાં બે પ્રકારના ઝીંગા થાય છે. એક વેનામી અને બીજા ટાઈગર. જેમાં ટાઈગર ઝીંગાના ભાવ ઉંચા રહે છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લાના 52 કિલોમીટરના કાંઠા વિસ્તારમાં ઝીંગા ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. પરંતુ વર્ષોથી ઝીંગામાં થતા વ્હાઈટ સ્પોટ સહિતના રોગોને કારણે ઝીંગા ઉછેરતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવા પડે છે. રોગ સાથે જ વધતા ખર્ચા અને ઓછી આવક સામે ઝીંગા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેથી સરકાર વીજદરમાં ઘટાડા સહિત વિશેષ યોજના થકી ખેડૂતોને લાભ આપે એવી આશા સેવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝીંગા તળાવો બન્યા છે અને ઝીંગા ઉદ્યોગ અંદાજે 800 કરોડથી વધુનો થયો છે. નવસારીમાં બે પ્રકારના ઝીંગા થાય છે. એક વેનામી અને બીજા ટાઈગર. જેમાં ટાઈગર ઝીંગાના ભાવ ઉંચા રહે છે. જ્યારે વેનામી સંવેદનશીલ ઝીંગા હોય છે. વર્ષોથી ઝીંગા ઉછેરતા કાંઠાના ખેડૂતો ઝીંગામાં થતા રોગથી પણ મુશ્કેલીમાં મુકાય છે.
વેનામી ઝીંગામાં વ્હાઈટ ગટ અને રનિંગ મોર્ટાલીટી બે પ્રકારના રોગ થાય છે. જ્યારે સ્ટ્રોંગ ગણાતા ટાઈગર ઝીંગામાં ઝડપથી ફેલાતા વાયરસજન્ય વ્હાઈટ સ્પોટ રોગ આખેઆખું તળાવ જ ખાલી કરાવી નાંખે છે. એટલે કે પક્ષી કે કોઈ વ્યક્તિના સાથે વાયરસ તળાવમાં પહોંચ્યો, તો ઝીંગા ટપોટપ મરવા માંડે છે. જેથી ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવે છે.
બીજી તરફ પ્રતિ કિલો ઝીંગાના ખર્ચ 300 રૂપિયા સુધી પહોંચે છે. પણ વેપારીઓ વેનામીના 320 થી 350 રૂપિયા ભાવ આપતા નફો નહીવત જ રહે છે. જ્યારે ટાઈગર ઝીંગાના 800 રૂપિયા સુધીના ભાવ મળતા હતા, ત્યાં આજ 480 થી 550 રૂપિયા મળતા ખેડૂતોની ચિંતા વધી છે.
બીજી તરફ બદલાતા હવામાનને કારણે બંને પ્રકારના ઝીંગા તૈયાર થવામાં 1 થી 2 મહિનાનો વધુ સમય લે છે. જેથી ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતને આર્થિક નુકશાની વેઠવી પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે