મહુડીમાં બે ટ્રસ્ટીઓએ દાનમાં આવેલા રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચલાવી, 130 કિલો સોનું ગાયબ કર્યું

Mahudi Jain Temple : મહુડી મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી સાથે 14 કરોડની ઉચાપત કર્યાનો ટ્રસ્ટીઓ પર આક્ષેપ, ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી 

મહુડીમાં બે ટ્રસ્ટીઓએ દાનમાં આવેલા રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચલાવી, 130 કિલો સોનું ગાયબ કર્યું

mahudi sukhadi story : ઉત્તર ગુજરાતમાં આવેલુ મહુડી તીર્થ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. મહુડી ટ્રસ્ટની 100 વર્ષ પહેલા ચાર પરિવારની સાથે રાખી સ્થાપના કરવામાં આવી હતી. બે મહેતા એક શાહ અને એક વોરા પરિવારને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2016 માં નોટબંધી કરવામાં આવી હતી, જેમાં આ બંને પરિવાર ભુપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ કૌભાંડ કર્યા હતા. મહુડી ટ્રસ્ટના આ બંને લોકોએ મંદિરને આર્થિક નુકશાન અને કૌભાંડ કર્યા છે. ત્યારે આ બંને ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ટ્રસ્ટને દાનમાં મળેલા 14 કરોડ ગેરરીતિ કરીને લઈ લીધો હોવાના આ બંને ટ્રસ્ટીઓ પર આરોપ છે. આદર્શ બેંકના મુકેશ મોદીએ પણ લોકો સાથે છેતરપિંડી કરી છે. મહુડી સંઘના નામે લીધેલી જમીનો હજ સુધી ચોપડે લેવામાં આવી નથી. 15 જેટલી મિલ્કતો આવેલી છે તે પણ ચોપડે લેવામાં આવી નથી. 

વર્ષ 2012 થી ભુપેન્દ્ર વોરા અને મળતીયાઓ કૌભાંડ કર્યા છે, માણસા પોલીસમાં દસથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. સંસ્થાના સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર બરોબર ઓડિટ કરવામાં આવ્યા નથી. વાહનો ખરીદવામાં આવે છે જેની કોઈ લોગબુક પણ રાખવામાં આવતી નથી. ચેરિટી કમિશનરની ગાઈડલાઈન મુજબ, મેનેજર રાખવાના હોય છે, પરંતુ રાજુભાઈને 22000 પગાર એ સીધી જ વ્યક્તિ રાખવામાં આવ્યો હતો. 

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરનાં વહીવટમાં ગેરરિતીનો કિસ્સો સામે આવ્યો છે. 14 કરોડોથી વધારે અને 130 કિલો સોનામાં ગેરરીતિ થઈ છે. નોટબંધી સમયે 20% કમિશન પેટે કમિશન લઈ આર્થિક લાભ લઈ નાણાં બદલ્યાનો આક્ષેપ છે. મહુડી સંઘનાં ભૂપેન્દ્ર વોરા  કમલેશ મહેતા પર આક્ષેપ મૂકાયો છે. મહુડી સંઘના નામે લીધેલી જમીનો હજ સુધી ચોપડે લેવામાં આવી નથી 15 જેટલી મિલ્કતો આવેલી છે તે પણ ચોપડે લેવામાં આવી નથી. વર્ષ 2012 થી ભુપેન્દ્ર વોરા અને મળતીયાઓ કૌભાંડ કર્યા. માણસા પોલીસ સ્ટેશનમાં દસ થી વધુ ફરિયાદો કરવામાં આવી છે.  

સંસ્થાના સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર બરોબર ઓડિટ કરવામાં આવ્યા નથી. વાહનો ખરીદવામાં આવે છે જેની કોઈ લોગબુક પણ રાખવામાં આવતી નથી. ચેરિટી કમિશનરની ગાઇડલાઇન મુજબ મેનેજર રાખવાના હોય છે પરંતુ રાજુભાઈ ને 22000 પગાર એ સીધી જ વ્યક્તિ રાખવામાં આવે છે. મહુડીના દસ રૂમની અંદર ભુપેન્દ્ર વોરાના પરિવારના લોકો જ રહે છે, ખરીદી માટે કોઈ ટેન્ડર કરવામાં આવતા નથી સીધી ખરીદી કરવામાં આવે છે. 14 કરોડ અને 130 કિલો સોનાનું કૌભાંડ થયું છે. 

મહુડીના દસ રૂમની અંદર ભુપેન્દ્ર વોરાના પરિવારના લોકો જ રહે છે, ખરીદી માટે કોઈ ટેન્ડર કરવામાં આવતા નથી સીધી ખરીદી કરવામાં આવે છે. 2012-13 નાં હિસાબો જનરલમાં પાસ કરાવતા હતા, પરંતુ 2016 નોટબંધી પછી હિસાબ આપવાનું બંધ કરી દેવાયું છે. સમગ્ર કેસ મુદ્દે ચેરિટી કમિશ્નરમાં ફરિયાદ કરાઈ છે. ત્યારે આ મામલે આગામી 4 જૂન ચેરિટી કમિશ્નર ચુકાદો આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news