અમદાવાદ : ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં હવે રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ (Ahmedabad) માં ભાજપ (BJP) ના પૂર્વ કાઉન્સિલરને કોરોના અમરાઈવાડીના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 દિવસ પહેલા જયેશ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો, આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોરોનાના શિકાર થયા  હોવાનું સામે આવ્યું છે. 19 તારીખથી એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ બેજાનદારૂવાલા ICUમાં દાખલ છે. તેમને શ્વાસની તકલીફ હતી ત્યારબાદ કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તરત જ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
અમદાવાદ : ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં હવે રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ (Ahmedabad) માં ભાજપ (BJP) ના પૂર્વ કાઉન્સિલરને કોરોના અમરાઈવાડીના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 દિવસ પહેલા જયેશ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો, આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોરોનાના શિકાર થયા  હોવાનું સામે આવ્યું છે. 19 તારીખથી એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ બેજાનદારૂવાલા ICUમાં દાખલ છે. તેમને શ્વાસની તકલીફ હતી ત્યારબાદ કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તરત જ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ પકડાવ્યું  

અમદાવાદમાં કોરોના વાયરસના વધુ પડતા પોલીસ કર્ચારીઓ સંક્રમણમાં આવી રહ્યાં છે. ત્યારે આ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ડીસીપી, કંટ્રોલ દ્વારા પોલીસ માટે નવી માર્ગદર્શિકા  જાહેર કરાઈ છે. જેમાં કહેવાયું છે કે, પોલીસ અધિકારી/કર્મચારીઓના પાલડી ખાતે  કોરોના રિપોર્ટ થશે. સંક્રમિત કેસો અંગેની જાણ પોલીસ કર્મચારીએ અધિકારી અને કંટ્રોલ રૂમને કરવી પડશે. સારવાર માટે SVP હોસ્પિટલ કે હોમ ક્વોરેન્ટાઈન થવા નિર્દેશ-સારવાર અંગેના સંકલન માટે પોલીસ અધિકારીએ કંટ્રોલ રૂમને જાણ કરવી પડશે. 

લોકડાઉન-4માં ખાનગી બસોની મંજૂરી નથી, નજરે પડશે તો ડિટેઈન થશે : ગૃહ વિભાગ

તો આજે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનના કુલ કેસનો આંકડો 162 થયો છે. 24 કલાકમાં વધુ 7 કેસ નોંધાયા છે. 2 દસક્રોઇ, 2 સાણંદ અને ૩ ધોળકામાં કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધી કુલ 9 લોકોના મોત થયા છે. તો અત્યાર સુધી કુલ 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો ૭૫ ટકા છે. ગ્રામ્યમાં 26 એક્ટિવ કેસ પૈકી 21 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો 3 ત્રણ ટકા દર્દી એટલે કે 5 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 9 મોત એટલે કે ૬ ટકા દર્દીના મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news