અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત: 13 વર્ષના સગીરનો ભોગ લેનાર ડમ્પર ચાલકની અટકાયત, માલિક ફરાર

સ્વસ્તિક ચાર રસ્તા પાસે ગત સાંજે વૈશ્ય પારસ નંદકિશોર નામના 13 વર્ષના બાળકનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્ફરને આગ લગાવી દીધી હતી

અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત: 13 વર્ષના સગીરનો ભોગ લેનાર ડમ્પર ચાલકની અટકાયત, માલિક ફરાર

ઉદય રંજન/અમદાવાદ: શહેરના અમરાઈવાડી પાસે થયેલા અકસ્માત મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે. તો બીજી તરફ ડમ્પરના માલિક જશુ ઓડ પરિવાર સાથે ફરાર થયો છે.

મહત્વનું છે કે, સ્વસ્તિક ચાર રસ્તા પાસે ગત સાંજે વૈશ્ય પારસ નંદકિશોર નામના 13 વર્ષના બાળકનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્ફરને આગ લગાવી દીધી હતી. જે ગુનામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી છે. તો તેના ફરાર માલિકની શોધખોળ હાથ ધરી છે.

સાથે જ સમગ્ર વિસ્તારમાં એસીપી કક્ષાના અધિકારી તથા સમગ્ર ઝોનના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news