લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી

Ambalal Patel, Gujarat Rain Prediction: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને સો કોઈને ચોંકાવી દીધી છે. આજે રાજ્યના 5 જિલ્લા માટે જાહેર ઓરેન્જ એલર્ટ કરાયું છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 16 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

1/6
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે, જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવી છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.

2/6
image

તેમણે જણાવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે નર્મદા, તાપી, રૂપેણ સહિત બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતિ આવવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ ઉ. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

3/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.   

4/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે. આગામી 8થી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસશે. જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં હજુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. જ્યારે નર્મદા નદીમાં હળવા પૂરની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતા છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે.

5/6
image

ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.

6/6
image

ચોમાસાની આ પેટર્ન વિશે તેમણે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જે સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ બનતી હતી, તે સિસ્ટમ હાલ ગુજરાતના ભાગમાં બની રહ્યા છે, જેના કારણે સતત વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે.