બુધવારે છે અખાત્રીજ, જાણો પૂજા અને ખરીદીનું શુભ મુહુર્ત

માન્યતા છે કે આ દિવસે કોઈપણ શુભ કામ કરી શકાય છે 

બુધવારે છે અખાત્રીજ, જાણો પૂજા અને ખરીદીનું શુભ મુહુર્ત

અમદાવાદ : વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજીની ઉજવણી અખાત્રીજ તરીકે કરવામાં આવે છે. આ તિથિને હિંદુ પંચાગમાં સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કોઈપણ શુભ કામ કરી શકાય છે. આ દિવસે કરેલા શુભ કામનો ક્યારેય ક્ષય નથી થતો અને આ કારણે જ એને અખાત્રીજ કહેવાય છે. આ વર્ષે 18 એપ્રિલ એટલે કે બુધવારે અખાત્રીજની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે જ ભગવાન પરશુરામનો જન્મદિવસ ઉજવવામાં આવે એ એટલે એને પરશુરામ ત્રીજ પણ કહેવાય છે. માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે. 

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આ્વ્યો છે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજે માતા રેણુકાના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપે જન્મ લીધો હતો. આ દિવસે ખાસ કરીને દક્ષિણ ભારતમાં પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાની પ્રસન્નતા માટે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે દેવી પ્રસન્ન થાય તો ધનની પ્રાપ્તિ થાય છે. અખાત્રીજના દિવસને શુભ ગણવામાં આવે છે. 

માન્યતા પ્રમાણે અખાત્રીજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને વનવાસ જતી વખતે અક્ષયપાત્ર આપ્યું હતું. આ એ પાત્ર હતું જે ક્યારેય ખાલી નહોતું થતું. આ દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે મિત્ર સુદામાની દરિદ્તા દૂર કરી હતી. શાસ્ત્રો પ્રમાણે અખાત્રીજના બાંકેબિહારીજી મંદિરમાં વર્ષમાં એકવાર વિગ્રહના ચરણદર્શન થાય છે. આ દિવસે જ ભગવના ગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી હતી. અખાત્રીજે જ પવિત્ર સ્થળ બદરીનાથના કપાટ ખોલવામાં આવે છે. 

અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. જોકે કોઈ કારણોસર તમે સોનું ન ખરીદી શકો તો દાન જરૂર કરો કારણ કે દાનનું પણ ખાસ મહત્વ છે. દાન કરવાથી તમારો આવનારો સમય સારો હશે. અખાત્રીજના દિવસે પૂજા કરવાનું શુભ મૂહુર્ત સવારે 05:56 મિનિટથી માંડીને બપોરના 12:20 સુધી છે. જો ખરીદી કરવી હોય તો સવારે 5:56થી માંડીને અડધી રાત સુધી ખરીદી કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news