અંબાલાલ પટેલની આગાહી; જાણો ગુજરાતમાં કયારે થશે બારે મેધ ખાંગા, કયારે પડશે સાંબેલાધાર વરસાદ

Ambalal Patel On Monsoon 2023: અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જુલાઇના પ્રથમ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લેશે. હાલમાં વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ જૂન અને જુલાઇમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી; જાણો ગુજરાતમાં કયારે થશે બારે મેધ ખાંગા, કયારે પડશે સાંબેલાધાર વરસાદ

Gujarat Weather Forecast: ફરી એકવાર ગુજરાત પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતની ધરતી પર આકાશથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના માથે આવીને વાવાઝોડાનું જોખમ ઉભું છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. સાથે જ જુલાઇમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં પહેલો વરસાદ અને રોહિણી નક્ષત્રનો યોગ હોવાનું જણાવ્યુ હતું. ગુજરાતમાં સાનુકૂળ સંજોગો રહેશે તો દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થશે. 17 થી 20 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ શરૂ થવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.

આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે જેમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદી માહોલ ઉભો થયો છે. બનાસકાંઠામાં વરસાદ સાથે ફરી કરા પડવાની ઘટના બની છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઇના પ્રથમ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લેશે. હાલમાં વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ જૂન અને જુલાઇમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે અંબાલાલે ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. વાવાઝોડાની વાત આવે તો જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે તેમ અંબાલાલનું કહેવું છે.

ક્યા-ક્યા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર, અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

ક્યારે સક્રિય થશે વાવાઝોડુ?
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થઈ શકે છે. એટલું જ નહીં બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થઈ શકે છે. 

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદઃ
ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.  ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

એક સાથે બબ્બે વાવાઝોડાનું જોખમઃ
વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

ગુજરાત માટે કેમ જોખમી છે અરબી સમુદ્રમાં થતી હલચલ?
હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છેકે, થોડા જ ટાઈમમાં અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આ બંને વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news