કેન્સર સામે લડવામાં અકસીર દવાનું કામ કરશે આ શાક, થોડું મોંઘું પડશે પણ સચવાઈ રહેશે શરીર
Shimla Mirch Benefits: મરચામાં તીખાશને નિયંત્રિત કરવા માટે જાણીતું 'કેપ્સાઈસિન' કેપ્સિકમમાં ખુબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. આ જ કારણ છે કે કેપ્સિકમ તીખું નથી હોતું.
Trending Photos
Bell Peppers Health Benefits: ઘણા લોકો કેપ્સિકમને બહાર કાઢીને ખોરાકમાંથી અલગ કરે છે. કદાચ તમે પણ તેમાંથી એક હશો. પરંતુ શું તમે જાણો છો કે જે શાકને તમે મહત્વ નથી આપતા તે તમને ઘણા ફાયદા આપી શકે છે. કેપ્સીકમ નાઈટશેડ પરિવારનો એક ભાગ છે, જેમાં બટાકા, ટામેટાં અને રીંગણાનો સમાવેશ થાય છે.
કેપ્સિકમ પીળા, લીલા અને લાલ રંગમાં આવે છે. મરચાંમાં તીખાશને નિયંત્રિત કરવા માટે જાણીતું 'કેપ્સાઈસિન' કેપ્સિકમમાં ઓછી માત્રામાં જોવા મળે છે. આ જ કારણ છે કે કેપ્સિકમ તીખું નથી હોતું. આ મીઠા મરચા તરીકે ઓળખાય છે. એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીનથી ભરપૂર કેપ્સીકમ ખાવાના ઘણા ફાયદા છે.
શું છે કેપ્સીકમના ફાયદા:
1. આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારકઃ કેપ્સિકમમાં બે કેરોટીનોઈડ્સ (લ્યુટીન અને ઝેક્સાન્થિન) વધુ માત્રામાં જોવા મળે છે. તેઓ આંખોમાં મેક્યુલર ડિજનરેશનનું જોખમ ઘટાડે છે.
2. એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોતઃ કેપ્સીકમ ફ્લેવોનોઈડ્સ સહિત એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. જે શરીરમાં ઓક્સિડેટીવ ડેમેજ સામે રક્ષણ પૂરું પાડે છે. કેપ્સિકમના ઊંડા લાલ રંગ માટે જવાબદાર કેપ્સેન્થિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે ત્વચાને UVA અને UVBના નુકસાનથી રક્ષણ આપે છે.
3. વિટામિન્સનું પાવરહાઉસ: કેપ્સિકમમાં ઘણા જરૂરી વિટામિન્સ (વિટામિન A અને C વગેરે) હાજર છે. આ બંને વિટામિન રોગના જોખમને ઘટાડવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એન્ટીઑકિસડન્ટ લાઇકોપીન સાથે વિટામિન A અને C મુક્ત રેડિકલ નુકસાનને અટકાવીને સ્વસ્થ હૃદયને ટેકો આપવામાં મદદ કરે છે. કેપ્સિકમમાં વિટામિન B6 અને ફોલેટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હોમોસિસ્ટીનનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
4. કેન્સર સામે લડવામાં મદદરૂપઃ કેપ્સિકમ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોવાથી કેન્સર સામે લડવામાં મદદરૂપ છે. તેમાં ઘણા કેન્સર સામે લડતા એન્ટીઑકિસડન્ટો છે, જેમ કે એપિજેનિન, લ્યુટોલિન, લ્યુપોલ, ક્વેર્સેટિન અને કેપ્સીએટ, લાઇકોપીન, બીટા-ક્રિપ્ટોક્સેન્થિન અને બીટા-કેરોટીન જેવા કેરોટીનોઈડ્સ વગેરે..
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતુ નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે