Health Tips: દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી ફણગાવેલા કઠોળ, આ લોકો માટે છે હાનિકારક

Health Tips: ફણગાવેલા કઠોળ ખાવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને પણ ફાયદો થાય છે. તેનું સેવન નિયમિત કરવાથી વજન ઘટે છે કોલેસ્ટ્રોલ અને વધેલું બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. લગભગ દરેક સમસ્યામાં ફાયદો કરતા ફણગાવેલા કઠોળ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. 

Health Tips: દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી ફણગાવેલા કઠોળ, આ લોકો માટે છે હાનિકારક

Health Tips: ફણગાવેલા કઠોળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ વાત તમે પણ જાણતા જ હશો. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ફાઇબર વિટામિન્સ સારી એવી માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરને પણ લાભ થાય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને પણ ફાયદો થાય છે. તેનું સેવન નિયમિત કરવાથી વજન ઘટે છે કોલેસ્ટ્રોલ અને વધેલું બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. લગભગ દરેક સમસ્યામાં ફાયદો કરતા ફણગાવેલા કઠોળ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. 

આ પણ વાંચો:

મોટાભાગના લોકો એવા જાણતા નથી કે અનેક ગુણ ધરાવતા ફણગાવેલા કઠોળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં ખાવામાં આવે તો તેના કારણે નુકસાન થવા લાગે છે. જેમ કે પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યારે ફણગાવેલા કઠોળ ખાવાથી નુકસાન થાય છે. આવી સ્થિતિમાં કઠોળ ખાવાથી પેટ ભારે લાગે છે અને બ્લોટીંગની સમસ્યા પણ થઈ શકે છે. 

જો તમે ફણગાવેલા કઠોળ ખાવાની શરૂઆત કરો તો એક કે બે દિવસ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. જેમકે સ્પ્રાઉટસ ખાધા પછી જો તમને પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા થાય તો સ્પ્રાઉટસ નું પ્રમાણ ઓછું કરો અથવા તો તેને રોજ ન ખાવા. 

આ સિવાય ફણગાવેલા કઠોળ કાચા ખાવાને બદલે તેને બાફીને તેનું સેવન કરવાથી પણ પાચન સંબંધિત સમસ્યા ઓછી થઈ શકે છે. 

જો તમે ફણગાવેલા કઠોળ ખાવાનું પસંદ કરતા હોય તો અંકુરિત થયા પછી તેને ઝડપથી ખાવાનું રાખો. ઘણા લોકો કઠોળ અંકુરિત થયા પછી તેને બે કે ત્રણ દિવસ પછી ખાતા હોય છે. આ રીતે કઠોળ ખાવાથી નુકસાન થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news