અમિત ચાવડાનો CM રૂપાણીને ટોણો, ‘ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહ્યાં અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બન્યાં’

આજે જુનાગઢના પૂર્વ શહેર પ્રમુખ વીનુ અમીરા પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા. તો આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો હાથ પકડશે. ત્યારે કેટલાક નેતાઓમાં કોંગ્રેસમાંથી ભાજપ તરફ થઈ રહેલા પ્રયાણ અંગે ભાજપ સરકાર પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોટો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપમાં મંત્રી મંડળનું આઉટસોર્સિંગ થાય છે. ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહી ગયા અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બની ગયા.

અમિત ચાવડાનો CM રૂપાણીને ટોણો, ‘ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહ્યાં અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બન્યાં’

બ્રિજેશ દોશી/અમદાવાદ :આજે જુનાગઢના પૂર્વ શહેર પ્રમુખ વીનુ અમીરા પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા. તો આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો હાથ પકડશે. ત્યારે કેટલાક નેતાઓમાં કોંગ્રેસમાંથી ભાજપ તરફ થઈ રહેલા પ્રયાણ અંગે ભાજપ સરકાર પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોટો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપમાં મંત્રી મંડળનું આઉટસોર્સિંગ થાય છે. ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહી ગયા અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બની ગયા.

હાલ વિધાનસભાનું સત્રન ચાલી રહ્યું છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગની ચર્ચામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આઉટ સોર્સિંગનો આરોપ લગાવ્યો હતો, જેમાં તેમણે ભાજપની કોંગ્રેસ તોડો નીતિ પર આડકતરી રીતે શાબ્દિક પ્રહાર કર્યા હાત. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારમાં બધું આઉટ સોર્સીગ પર ચાલે છે. પહેલા ફક્ત અધિકારીઓનું આઉટ સોર્સીગ થતું હતું, પણ હવે તો મંત્રીમંડળમાં પણ આઉટ સોર્સીગ થઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને સીધા મંત્રી બનાવાય છે અને ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહી ગયા.

આજે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે રાજ્યના વિકાસના લગતા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેમાં સરકારી નોકરીમાં ભરતી, બેરોજગારી, ખેડૂતોને સહાય જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news