જમ ઘર ભાળી જતા ગુજરાતમાં ભાજપે સ્ટ્રેટેજી બદલી, છેલ્લી ઘડીએ માસ્ટર સ્ટ્રોક મારશે

BJP Candidate List : 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ પાર્ટીને વોટ લેવા માટે ફરી એકવાર મોદીના નામનો સહારો લેવો પડી રહ્યો છે, આંતરિક વિરોધ વધતા પાર્ટીને ડર લાગ્યો છે. હવે સ્થાનિક નેતાઓને ખબર પડી ગઈ છે કે મોદીના નામ સિવાય વોટ મળશે નહીં.. 

જમ ઘર ભાળી જતા ગુજરાતમાં ભાજપે સ્ટ્રેટેજી બદલી, છેલ્લી ઘડીએ માસ્ટર સ્ટ્રોક મારશે

Gujarat Politics : ભાજપમાં હંમેશા એવું કહેવાય છે કે મોદીના નામે વોટ મળે છે. એટલે જ ભાજપ કોઈ પણ ઉમેદવારને ચૂંટણીમાં ઉભા રાખવાનું રિસ્ક લે છે. કારણ કે, મોદીના નામે વોટ મળે છે. ચૂંટણીમાં ક્યાંય આક્રોશ ઉભો થાય કે મતભેદો થાય ત્યારે ખુદ પીએમ મોદી પ્રચારમાં ઉતરે છે, અને પ્રજા બધુ ભૂલી જાય છે. પીએમ મોદીની પોપ્યુલારિટીમાં ભલભલા વિવાદો ભૂલાઈ જાય છે. ત્યારે હાલ ગુજરાત ભાજપમાં ઉમેદવારને લઈને ચારેતરફ વિવાદ છે. પરંતું હાઈકમાન્ડ કે કમલમ આ મામલે કોઈ એક્શન નથી લઈ રહ્યું. હાલ તમામ આક્રોશ અને વિરોધ પર ચૂપકીદી સેવાઈ છે. કારણ કે, એકવાર પીએમ મોદી ગુજરાતની ભૂમિ પર પ્રચાર માટે ઉતરશે એટલે આપોઆપ બધુ વિસરાઈ જશે. ભાજપ હાઈકમાન્ડ હાલ આ માસ્ટર સ્ટ્રોક પર વિચાર કરી રહ્યું છે. વિવાદોથી ભલે ગુજરાત સળગતુ, પણ મત તો મોદીના નામે જ મળશે.

છેલ્લો સહારો મોદીજી
ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષની ઠારવા માટે ભાજપ નવો દાવ રમી રહ્યું છે. ઉમેદવાર સામે વાઁધો હોય તો પીએમ મોદીને જોઈ મત આપજો. ઉમેદવાર સામે ડખા ઉભા થતા ભાજપે સમર્થકોને રીઝવવા માટે છેલ્લે વડાપ્રધાન મોદીનો સહારો લેવો પડ્યો. ભાજપે હવે એવો પ્રચાર શરૂ કર્યો છે કે, સમર્થકોને અપીલ કરી છે કે, તમને જો ઉમેદવાર સામે વાંધો હો યો તો પીએમ મોદીને જોઈને મત આપજો. 

આંતરિક વિરોધ સાતમા આસમાને
ગુજરાત ભાજપમાં હાલ ચારેતરફ વિવાદોની આગ ભભૂકી રહી છે. લોકસભામાં પાંચ લાખની માર્જિન સાથે જીતવાના પાટીલના લક્ષ્યાંક સામે અનેક પડકારો છે. ગુજરાતની અનેક બેઠકો પર ઉમેદવાર બદલવા માટે માંગ ઉઠી છે. પહેલા વિરોધ થતા વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો તો બદલી પણ દેવાયા. પરંતું હવે રૂપાલા સામેનો રાજપૂતોનો રોષ જઈ નથી રહ્યો. ગુજરાત ભાજપમાં લગભગ અડધો ડઝન બેઠકો પર ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. વલસાડથી લઈને સાબરકાંઠા સુધી ભાજપના જ સમર્થકોએ ઉમેદવાર સામે વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે. 

30 વર્ષના શાસનમાં ફરી એકવાર મોદીજી 
આવામાં હવે પાર્ટી ત્રીજી બેઠક પર ઉમેદવાર બદલવાના મૂડમાં નથી. પરંતું આ વિરોધને શાંત કરવા માટે પાર્ટી કંઈક નવુ જ પ્લાન કરી રહી છે. ભાજપે નવો પ્રચાર શરૂ રક્યો છે કે, જો તમને ઉમેદવાર સામે વાંધો હોય તો પીએમ મોદીની સામે જોઈને ભાજપને મત આપજો. આમ, 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ પાર્ટીને વોટ લેવા માટે ફરી એકવાર મોદીના નામનો સહારો લેવો પડી રહ્યો છે. એકવાર મોદીના નામનું બ્રહ્માસ્ત્ર છૂટશે એટલે બધુ ભૂલાઈ જશે. વિવાદોથી ભલે ગુજરાત સળગતુ, પણ મત તો મોદીના નામે જ મળશે. આમ, રોષે ભરાયેલા સમર્થકોને રીઝવવા માટે મોદી માર્કેટમાં આવશે. 

ઉમેદવાર બદલાય તો બદનામી થશે 
તો બીજી તરફ, એવુ પણ ચર્ચા છે કે, જો અસંતોષ ઠારવા માટે ઉમેદવાર બદલાય તો ભાજપની નામોશી થાય. આ જોઈને અન્ય બેઠકો પર પણ ઉમેદવાર બદલવાની માંગ ઉઠશે અને અસંતોષ વકરશે. ત્યારે હાલ ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ વલણ અપનાવ્યું કે, કોઈ પણ ભોગે જાહેર કરાયેલા ઉમેદવાર તો નહિ જ બદલાય. ખુદ ભાજપ નેતાઓ માની રહ્યા છે કે ઉમેદવાર બદલાય તો અન્ય સમાજો બાંયો ચઢાવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news