શિસ્તબદ્ધ પાર્ટીને ચચરી જાય એવી ટ્વીટ ભાજપના નેતાએ કરી, લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી?
Amreli Loksabha Seat : અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારના એક ટ્વીટથી સર્જાયા અનેક તર્કવિતર્ક...કહ્યું, રાષ્ટ્રવાદ, પ્રામાણિક્તા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા પોથીમાના રીંગણા બનીને રહી ગઈ...દરેક સમાજની સીટ રિઝર્વ પરંતુ લાયક ઉમેદવાર માટે કઈ સીટ?
Trending Photos
Loksabha Election 2024 : સાબરકાંઠા, રાજકોટ બાદ હવે અમરેલી ભાજપમાં પણ ઉમેદવાર બદલવાની માંગ સળગી છે. અમરેલીમાં અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે મોટી માથાકૂટ થઈ હતી. મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઉમેદવાર બદલવાની રજૂઆત કરવા આવેલા કાર્યકર સાથે મારામારી થઈ હતી. ભાજપના કાર્યકરોએ લાકડી-ધોકાથી હુમલો કર્યાનો આરોપ કરાયો છે. ઉમેદવાર અંગે ભાજપના કાર્યકર્તાઓ જ આમને-સામને આવી ગયા હતા. ત્યારે દિલીપ સંઘાણી, નારણ કાછડીયાએ રોષ ઠંડો પાડવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ભાજપના એક નેતાની ટ્વીટથી વધુ ભડકો થાય તેવા એંધાણ છે.
ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારના ટ્વીટથી તર્ક વિતર્ક સર્જાયા છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ વચ્ચે ભાજપના નેતા ડો.ભરતભાઈ કાનાબારની ટ્વિટ ચર્ચા જગાવી રહી છે. તેઓએ પોતાની ટ્વીટમાં લોકસભા બેઠક પર વધતાં જ્ઞાતિવાદ પર પ્રહાર કર્યો છે. સાથે જ લાયક ઉમેદવાર માટે બેઠકને લઈ પણ સવાલ કર્યો છે.
અમરેલી: શિસ્તબદ્ધત મનાતી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ટિકિટને લઈને મારામારી! #Gujarat #BJP #LokSabhaElection2024 #BreakingNews pic.twitter.com/VeE7alK8Hc
— Zee 24 Kalak (@Zee24Kalak) March 31, 2024
ડો.ભરત કાનાબારની ટ્વીટ
રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો - “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગયી છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ - જાતિવાદનો બૉમ્બ છે જે મેરીટ - ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની! આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ??
અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆત; 200થી વધુ કાર્યકરોએ ઘેરાવ કરતાં નેતાઓ મુંઝવણમાં#Gujarat #BJP #LokSabhaElection2024 #BreakingNews pic.twitter.com/KDqnT05dJd
— Zee 24 Kalak (@Zee24Kalak) March 31, 2024
મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માગ ઉગ્ર બની રહી છે. ત્યારે આ વચ્ચે જ અમરેલી ભાજપના જ નેતા ભરત કાનાબારના ટ્વીટથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે અમરેલી લોકસભા બેઠક પરથી ભરત સુતરિયાના નામની જાહેરાત કરી છે. ત્યારથી ઉમેદવાર બદલવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અમુક ગામડાઓમાં ઉમેદવાર બદલોના નામથી પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બને તેવી સંભાવના છે. અમરેલી આવેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાજપના કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી. જેને ટિકિટ આપી તે ભરત સુતરિયા નબળા ઉમેદવાર હોવાનો કાર્યકરોએ જણાવ્યું.
અમરેલી પોસ્ટર પોલિટિક્સ બાદ ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા સામે ખુલીને બોલ્યા છે. અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે જેને જે કાદવ ઉછાળવો તે ઉછાળે. અમરેલીમાં કમળ ખીલવાનું છે. વિરોધ કરનારા લોકોને ભાજપના ઉમેદવારે વળતો જવાબ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે