દાહોદમાં અડધીરાત્રે ગોળીઓનો વરસાદ! પોલીસ અને બુટલેગરો વચ્ચે ધબધબાટી બોલાઈ, 23 વિરુદ્ધ ગુનો દાખલ

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના પાચીયાસાળ બોર્ડર પર દારૂ પકડવા ગયેલી વિજિલન્સ પોલીસ પર બુટલેગરનો જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બુટલેગર દ્વારા સાત રાઉન્ડ ફાયરીંગ કરી બુટલેગર અને તેના સાગરીત ફરાર થયા છે.

દાહોદમાં અડધીરાત્રે ગોળીઓનો વરસાદ! પોલીસ અને બુટલેગરો વચ્ચે ધબધબાટી બોલાઈ, 23 વિરુદ્ધ ગુનો દાખલ

દાહોદ: રાજ્યમાં અવારનવાર બુટલેગરો બેફામ બનતા હોય છે, ત્યારે દાહોદમાં બુટલેગર બેફામ બન્યા છે. દાહોદના દેવગઢ બારીયા તાલુકાના પાચીયાસાળ બોર્ડર પર દારૂ પકડવા ગયેલી વિજિલન્સ પોલીસ પર બુટલેગરનો જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બુટલેગર દ્વારા સાત રાઉન્ડ ફાયરીંગ કરી બુટલેગર અને તેના સાગરીત ફરાર થયા છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામનો ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટેટ વિજીલન્સિની ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે પાંચીયાસળ ગામે નાકાબંધી દરમ્યાન બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડીઓને રોકવાનો પ્રયાસ કરતાં અને આ ફોર વ્હીલર ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો હોવાથી પોલીસે ગાડીઓને રોકવાનો પ્રયાસ કરતાં ગાડીમાં સવાર માથાભારે બુટલેગરોએ સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર ફાયરીંગ કરતાં સામા પક્ષેથી સ્ટેટ વીજીલન્સની ટીમે પોતાના સ્વબચાવમાં પણ ફાયરીંગ કર્યું હતું. ત્યારે બુટલેગરોએ 7 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

પોલીસે સ્વબચાવમાં 04 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસ અને બુટલેગરોની સામસામેના આ ઘર્ષણમાં બુટલેગરોના અન્ય ૨૩ જેટલા સાગરીતોના ટોળાએ પોતાની સાથે બંદુકો તેમજ મારક હથિયારો સાથે ટોળુ ઘસી આવી સ્ટેટ વિજીલન્સની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અને સ્ટેટ વિજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી તેમજ મારી નાંખવાની કોશિષ સાથે બુટલેગરો તેઓના વાહનો લઈ ફરાર થઈ ગયાં હતાં. ત્યારે મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને એક મોટરસાઈકલ કબજે કરી હતી.  ઘટનાને પગલે જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લાની તમામ પોલીસ પાંચીયાસાળ ગામે દોડી ગઈ હતી.

ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ સ્ટેટ વીજીલન્સ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડીઓ પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે બંન્ને ગાડીઓ નજીક આવતાંની સાથે પોલીસે બંન્ને ગાડીઓને ઉભી રાખી ગાડીમાં સવાર ચાલકોની પુછપરછ કરતા હતાં અને તેવામાં પોલીસની નજર ગાડીમાં પડતાં ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જોવા મળતાં પોલીસે ગાડીમાંથી ચાલકોને બહાર નીકળવાનું કહેતાં ગાડીમાં સવાર ચાલક ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા (રહે. મીઠીબોર, જિ. છોટાઉદેપુર) દ્વારા પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર અચાનક ફાયરીંગ કર્યું હતું.

અચાનક પાછળથી અન્ય પાંચથી છ ફોર વ્હીલરો આવી પહોંચી હતી અને તેમાં ૨૪ જેટલા ઈસમોના ટોળા જેઓની પાસે મારક હથિયારો જેવા કે, બંદુક, ધારીયા, તલવાર, લોખંડની પાઈપો, લાકડીઓ વિગેરે સાથે ટોળુ સ્ટેટ વીજીલન્સની ટીમ તરફ ઘસી આવ્યું હતું અને અચાનક સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ, મારી નાંખવાને ઈરાદે હુમલો કરતાં સ્ટેટ વીજીલન્સની ટીમ પોતાના સ્વ બચાવમાં પોતાની પાસે રહેલ સર્વિલ રિવોલ્વરમાંથી પણ ફાયરીંગ કર્યુ હતું ત્યારે પોલીસની પ્રતિક્રિયા જાેઈ ભીખાભાઈએ પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી ફરીવાર પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. 

ભીખાભાઈએ પોલીસ પર ૦૭ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને પોલીસે સ્વ બચાવમાં ૦૪ કાઉન્ડ ફાયરીંગ કર્યું હતું ત્યારે ઉપરોક્ત ઈસમોના ટોળાએ ભાગતા ભાગતા પોતાની ફોર વ્હીલર ગાડીઓથી સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી પોલીસને મારી નાંખવાને ઈરાદે હુમલો કરી ભાગી છુટ્યાં હતાં. પોલીસે તાત્કાલિક ધોરણે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લા પોલીસને સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે ત્રણ ફોર વ્હીલર ગાડીઓ તેમજ એક મોટરસાઈકલ કબજે કરી હતી.

સમગ્ર મામલે સ્ટેટ વીજીલન્સ ટીમના પોલીસ ઈસ્પેક્ટર આર.એસ.પટેલ દ્વારા સ્થાનીક પોલીસ મથકે ૨૩ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે સ્થાનીક પોલીસ સહિત જિલ્લાની પોલીસ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ ઉપર બુટલેગરો દ્વારા હુમલાને પગલે આવનાર દિવસોમાં સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં બુટલેગરો પર લગામ કસી કડક કાર્યવાહી કરશે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

જપ્ત કરેલી ગાડીમાંથી ભાજપના ખેસ મળ્યા
પોલીસ પર આ હુમલાની ઘટનામાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલાના પોલીસ વાહનને નુકસાન પહોંચ્યુ છે તેમજ ૨૦થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનુ પોલીસ જણાવી રહી છે ત્યારે પોલીસે બુટલેગરોની જે ગાડી જપ્ત કરી છે તેમા ભાજપના ખેસ લગાડેલા મળી આવ્યા છે. ત્યારે પોલીસ પર ધોંસ જમાવવા ભાજપના ખેસ લગાવવામા આવ્યા છે કે, કોઈ અન્ય કારણ છે તે વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો
આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બાતમીના આધારે સ્ટેટ વિજિલનસે વોચ ગોઠવી હતી
ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news