ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો ફરીથી રિ-સર્વે હાથ ધરાશે

રાજ્યના બજેટ સત્રની તૈયારીઓના સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. આજની કેબિનેટમાં બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના સર્વેમાં ભૂલો હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી.

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો ફરીથી રિ-સર્વે હાથ ધરાશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના બજેટ સત્રની તૈયારીઓના સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે આજની કેબિનેટમાં બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની જમીનનો જૂનો રી સર્વેમાં અનેક ભૂલો હોવાના કારણે હવે ફરીથી રિ સર્વે હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.  

બીજી બાજુ રાજ્યમાં ફરીથી જમીનનો રિ-સર્વે કરવામાં આવશે. ખેતીની જમીનનો ફરીથી રિ-સર્વે કરવામાં આવશે. જૂના સર્વેમાં ખેડૂતોને સરકારને અનેકવાર ફરિયાદો કરી હતી. ત્યારબાદ આજે કેબિનેટની મીટિંગમાં નિર્ણય લેવાયો કે આધુનિક પદ્ધતિથી રિસર્વે કરવામાં આવશે. નવા રિ-સર્વે માટે બે જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શરૂઆતમાં જામનગરથી દ્વારકા સુધી પ્રોજેક્ટ હાથ ધરાશે. દરેક જિલ્લામાં તબક્કાવાર રિ-સર્વે કરવામાં આવશે. 

રાજ્ય સરકારે આજે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ઇસ્યુમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જમીન રી સર્વેમાં મોટા પાયે લોચા થયાની ફરિયાદ ઉઠી હતી. ગુજરાત સરકારે હવે નવેસરથી રિસર્વે કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી રી સર્વેના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે. અગાઉ સરકારે જમીનના સર્વે માટે રૂ. 700 કરોડ ચૂકવ્યા હતા. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા, જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ, જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે. રી સર્વેના આધુનિક સાધનો દ્વારા ચોક્કસ રીતે થઈ શકે એ પ્રકારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને તે અંગેનું નિર્ણય કરવામાં આવ્યું છે. 

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news