સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ખરીદ્યા બાદ TATAની હવે દક્ષિણમાં આઇફોન પ્લાન્ટ પર નજર, ગુજરાતમાં આવી છે ડીલ
ટાટા જૂથ તાઈવાનની વિસ્ટ્રોન સાથે મળીને મુખ્ય મેન્યુફેક્ચરિંગ ઓપરેશન પર ધ્યાન રાખશે તેમ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે લોકોનું કહેવું છે. આ યોજનાઓ હાલમાં જાહેર કરાઈ નથી. આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બેંગલુરુથી 50 કિલોમીટર દૂર છે.
Trending Photos
ગાંધીનગર: ટાટા મોટર્સે તેની પેટાકંપની થકી ગુજરાતના સાણંદના ખાતેના ફોર્ડ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને હસ્તગત કરી લીધો. હવે દક્ષિણમાં આઈફોન પ્લાન્ટ પર તેની નજર છે. એર ઇન્ડિયાની ખરીદી બાદ આ જૂથે સાણંદમાં વધુ એક પ્લાન્ટ મેળવ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેની પેટાકંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (ટીપીઇએમએલ) થકી રૂ. 725.7 કરોડમાં ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટના સાણંદ પ્લાન્ટને ખરીદી લેવામાં આવશે.
ટાટા જૂથ તાઈવાનની વિસ્ટ્રોન સાથે મળીને મુખ્ય મેન્યુફેક્ચરિંગ ઓપરેશન પર ધ્યાન રાખશે તેમ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે લોકોનું કહેવું છે. આ યોજનાઓ હાલમાં જાહેર કરાઈ નથી. આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બેંગલુરુથી 50 કિલોમીટર દૂર છે. 22 લાખ ચોરસ ફૂટની ફેક્ટરીમાં 10,000થી એન્જીનીયરો સેવાઓ આપે છે. ટાટા જૂથ દક્ષિણ ભારતમાં તાઇવાનનીવિસ્ટ્રોન કોર્પોરેશન પાસેથી આઈફોન પ્લાન્ટ ખરીદી લેશે. કંપની સાથે મહિનાઓથી વાતચીત ચાલી રહી છે. આ ફેક્ટરીની ખરીદી માર્ચના અંત સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે.
બન્ને જૂથોએ વિવિધ સંભવિત જોડાણો અંગે ચર્ચા કરી લીધી છે. ટાટા મોટર્સે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણકારી આપી છે જરૂરી શરો ઉપર પુરુ કર્યા બાદ ટાટા મોટર્સે ગુજરાતના સાણંદમાં સ્થિત ફોર્ડ ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને મશીનરીની સાથે એક પ્રોપર્ટનું અધિગ્રહણ કર્યું છે. જેમાં એ શરતોને પણ સામેલ કરી છે જે અંતર્ગત બંને કંપનીઓ TPEML અને FIPL ને લોજીસ્ટીક રેગુલેટરી અપ્રૂવલ અને ટ્રાન્જેક્શનને પુરુ કર્યું છે. ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ દ્વારા આ સંપાદનમાં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સાણંદ પ્લાન્ટ, મશીનરી તેમજ તેના સાધનો સહિત વાહન ઉત્પાદકના પ્લાન્ટની સમગ્ર જમીન અને ઈમારતોનો સમાવેશ થાય છે.
આ ડીલ મુજબ ફોર્ડ પોતાના પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાંટનું સંચાલન ચાલુ જ રાખશે. તેના માટે તે TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ડનું બિલ્ડિંગ્સ અને જમીન ફરી લીઝ પર લેશે. ટાટા મોટર્સની સબ્સિડરી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઇન્ડિયાના તમામ એલિજિબલ કર્મચારીઓને રોજગાર આપવા માટે પણ સહમત થઈ છે.
ગુજરાત સરકાર, TPEML અને FIPL આ ડીલ સાથે જોડાયેલ તમામ જરૂરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ 30 મે 2022ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક 3 લાખ યૂનિટ છે. જેને વધારીને વાર્ષિક 4.2 લાખ યુનિટ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે