નવ નિર્માણ પામેલી વીએસ હોસ્પિટલની મુખ્યમંત્રી રૂપાણીએ લીધી નિરિક્ષણ મુલાકાત 

વીએસ હોસ્પિટલ જે ટૂંક સમયમાં જ નવા રૂપમાં જોવા મળવાની છે. કરોડોના રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અને હેલીપેડ સહિતની સુવિધા ધરાવતી વીએસ હોસ્પિટલ કેવી છે. પહેલી નજરે વિદેશની આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ લાગે પરંતુ કોઇને પણ નવાઇ લાગે કે આ છે. અમદાવાદની આધુનિક સુવિધાથી સજ્જ વીએસ હોસ્પિટ છે. આ હોસ્પિટલનું જાન્યુઆરી 2019માં વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલની નિરિક્ષણ મુલાકાત કરી હતી.

નવ નિર્માણ પામેલી વીએસ હોસ્પિટલની મુખ્યમંત્રી રૂપાણીએ લીધી નિરિક્ષણ મુલાકાત 

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વીએસ હોસ્પિટલ જે ટૂંક સમયમાં જ નવા રૂપમાં જોવા મળવાની છે. કરોડોના રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અને હેલીપેડ સહિતની સુવિધા ધરાવતી વીએસ હોસ્પિટલ કેવી છે. પહેલી નજરે વિદેશની આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ લાગે પરંતુ કોઇને પણ નવાઇ લાગે કે આ છે. અમદાવાદની આધુનિક સુવિધાથી સજ્જ વીએસ હોસ્પિટ છે. આ હોસ્પિટલનું જાન્યુઆરી 2019માં વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલની નિરિક્ષણ મુલાકાત કરી હતી.

અત્યાધુનિક સુવિધા ધરાવતી વીએસ હોસ્પિટલમાં ગરીબ-જરૂરતમંદ દર્દીઓ-પરિવારોને શ્રેષ્ઠતમ સારવાર સુવિધા આપવાની નેમ સરકારે વ્યકત કરી છે. ત્યારે આ હોસ્પિટલમાં કેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે તે અંગે ઝી ચોવીસ કલાકની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરની સૌથી ઊંચી એટલે કે ૭૮ મીટર ઊંચી આ હોસ્પિટલની ઈમારત 17 માળની છે. તેમાં તત્કાલ જરૂરિયાતના સમયે દર્દીને વહેલાસર પહોંચાડવા માટે 18માં માળે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ: નિકોલ કન્સસ્ટ્રકશન સાઇટમાં ભેખડ પડી, 3 શ્રમિકોના મોત

વીએસ હોસ્પિટલમાં 139 આઈ.સી.યુ. બેડ્સ, 32 ઓપરેશન થિયેટર, બાળકો માટે નિયોનેટલ કેર વોર્ડ્સ અને ન્યૂમેટિક ટયૂબ દ્વારા એક માળથી બીજા માળ કે વોર્ડમાં દર્દીના બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાઓની હેરફેર સુવિધા ખાનગી હોસ્પિટલ સમકક્ષ વિકસાવવામાં આવી છે. અમદાવાદના નાગરિકોને ઉત્તરાયરણના તહેવાર બાદ વધુ સુવિધાઓનો લાભ મળનાર છે. જેમાં વી.એસ. હોસ્પિટલના પ્રાંગણમાં 600 કરોડના જંગી ખર્ચે નિર્માણ પામેલી બહુમાળી સરદાર પટેલ હોસ્પિટલ અગ્રતાક્રમે છે. 

23 એકરના સંકુલમાં 1600 પથારીની સુવિધા સાથેની મલ્ટી સ્પેશીઆલીટી અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ આગામી 17 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે થશે.  નોંધનીય છે કે બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 16 માળ મળીને કુલ 19 માળના બિલ્ડીંગના ધાબામાં હેલીકોપ્ટર – એર એમ્બ્યુલન્સ ઉતારવાની સુવિધા રાજ્યમાં પહેલી વખત ઊભી કરાઇ છે. બિલ્ડીંગના 3 ટાવરમાં 24 લીફ્ટ એલીવેટર્સ, 2 બેઝમેન્ટમાં 6 ફાયર સ્ટેર્સ, 2 સેન્ટ્રલ સ્ટેર્સ કરવામાં આવી છે.

હરીયાણાની પરીક્ષાનું પેપર લીક કરવા ગયા અને હાથે લાગ્યું ગુજરાત LRDનું: શિવાનંદ ઝા

મહત્વનુ છે કે, નવી હોસ્પીટલના લોકાપર્ણને લઇને અને જુની હોસ્પીટલના વહીવટને લઇને હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જોવાનુ રહે છે કે, વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ થયા બાદ સામાન્ય નાગરીકોને કેવા દરે આ હોસ્પીટલમાં સારવાર મળી રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news