પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને છંછેડ્યો વિવાદનો મધપુડો, સીધો ડંખ વાગ્યો ભાજપ અને પોલીસને 

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી. 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને છંછેડ્યો વિવાદનો મધપુડો, સીધો ડંખ વાગ્યો ભાજપ અને પોલીસને 

અમદાવાદ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. પહેલા તેમના મંત્રી ગુંડાઓને જેલમાંથી છૂટ્યા બાદ ફૂલોની માળા પહેરાવતા હતા અને હવે તો રોડ પર જ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યાં છે. પ્રિયંકાએ વીડિયોનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, સ્પષ્ટ જોઈ શકાય છે કે ABVPના ગુંડા તત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાઓને ફટકારી રહ્યાં છે અને પોલીસ ચૂપચાપ ઉભી છે.

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 8, 2020

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. 

આ ઘટનાની વિગતો જોઈએ તો મંગળવારે ABVPનાં કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news