કોરોના: ભાવનગરમાં લોકડાઉનનાં 67 દિવસમાં 120 કેસ અનલોકનાં 60માં દિવસે આંક 10 ગણો

જિલ્લામાં અનલોક શરૂ થયું ત્યારથી જ કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. લોકડાઉનનાં 60 દિવસમાં ભાવનગર જિલ્લામાં 120 કેસ નોંધાયા હતા. જ્યારે અનલોક 60 દિવસમાં 10 ગણા કેસ વધ્યા છે. અનલોક દરમિયાન ભાવનગર જિલ્લામાં 1236 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 1356 કે પોઝિટિવ નોંધાયા છે. જેમાં 895 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયું છે. 24 દર્દીનાં મોત નિપજ્યાં અને 383 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ કાબુમાં હતો અને અનલોક થતા જ કોરોનાનો રાફડો ફાટ્યો છે.

કોરોના: ભાવનગરમાં લોકડાઉનનાં 67 દિવસમાં 120 કેસ અનલોકનાં 60માં દિવસે આંક 10 ગણો

ભાવનગર : જિલ્લામાં અનલોક શરૂ થયું ત્યારથી જ કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. લોકડાઉનનાં 60 દિવસમાં ભાવનગર જિલ્લામાં 120 કેસ નોંધાયા હતા. જ્યારે અનલોક 60 દિવસમાં 10 ગણા કેસ વધ્યા છે. અનલોક દરમિયાન ભાવનગર જિલ્લામાં 1236 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 1356 કે પોઝિટિવ નોંધાયા છે. જેમાં 895 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયું છે. 24 દર્દીનાં મોત નિપજ્યાં અને 383 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ કાબુમાં હતો અને અનલોક થતા જ કોરોનાનો રાફડો ફાટ્યો છે.

1 જુને અનલોક થતાની સાથે જ કોરોના સ્પીડ પકડી હતી. જુન મહિનામાં 132 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઇના 30 દિવસમાં 1105 કેસ પોઝિટિવ નોંધાયા હતા. લોકડાઉનનાં 67 દિવસમાં 120 કેસ નોંધાયા હતા. જેથી સામે અનલોક 60 દિવસમાં જ 1237 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1356 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી છે. 

26 માર્ચે પ્રથમ કેસ ભાવનગર જિલ્લામાં નોંધાયો હતો. માર્ચ મહિનામાં 6 એપ્રીલમાં 44 અને મે મહિનામાં 70 મળી 120 પોઝિટિવ કેસ 67 દિવમાં નોંધાયા હતા. લોકડાઉન જાહેર થયું કે, દિવસોમાં અઢી લાખ ઉપરાંત લોકો અન્ય શહેરોમાંથી ખાસ કરીને સુરતથી પોતાનાં વતન ભાવનગર જિલ્લામાં આવ્યા હતા. આ પરિસ્થિતીમાં પણ 31 મેના દિવસે માત્ર 10 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવારમાં હેઠળ હતા. લોકડાઉન સુધી ભાવનગર જિલ્લામાં કોરોના કંટ્રોલમાં હતો તેમ કહી શકાય. જ્યારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં 478 કેસ પોઝિટિવ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news