સુરત: ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર માટે રેસ્ટોરન્ટનું અભિયાન, ગ્રાહકોને ભેટમાં આપે છે ખાસ T-Shirt

ગલવાન ખીણમાં ચીનની ગદ્દારી બાદ ભારતમાં ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સ પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ચીની પ્રોડક્ટના વિરોધનો સૂર હવે વધુ જોર પકડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાનગીઓ માટે પ્રખ્યાત સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પાર્સલ લેવા આવનાર લોકો જો આર્મી રિલિફ ફંડમાં પોતાનું યોગદાન આપશે તો તેઓને એક ખાસ ટીશર્ટ ગિફ્ટ કરવામાં આવે છે. આ ટીશર્ટ ની પાછળ લખ્યું છે 'ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર....'

Updated By: Jul 31, 2020, 03:59 PM IST
સુરત: ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર માટે રેસ્ટોરન્ટનું અભિયાન, ગ્રાહકોને ભેટમાં આપે છે ખાસ T-Shirt

ચેતન પટેલ, સુરત: ગલવાન ખીણમાં ચીનની ગદ્દારી બાદ ભારતમાં ચીન અને ચાઈનીઝ પ્રોડક્ટ્સ પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ચીની પ્રોડક્ટના વિરોધનો સૂર હવે વધુ જોર પકડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાનગીઓ માટે પ્રખ્યાત સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પાર્સલ લેવા આવનાર લોકો જો આર્મી રિલિફ ફંડમાં પોતાનું યોગદાન આપશે તો તેઓને એક ખાસ ટીશર્ટ ગિફ્ટ કરવામાં આવે છે. આ ટીશર્ટ ની પાછળ લખ્યું છે 'ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર....'

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા દક્ષિણ ગુજરાત વાનગીઓ માટે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ હોમ ડિલિવરી લેવા માટે આવનાર ગ્રાહકોને સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. જો ગ્રાહકો રેસ્ટોરન્ટમાં મૂકવામાં આવેલા આર્મી રિલિફ ફંડના બોકસમાં જે કઈ પણ યથા શક્તિ યોગદાન આપશે તો તેઓને રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા ખાસ ટીશર્ટ ઉપહાર સ્વરૂપે આપવામાં આવે છે. યોગ દાનની રકમ ભલે કેટલીય ઓછી હોય પરંતુ રેસ્ટોરન્ટ તરફથી આ ઉપહાર ચોક્કસથી ગ્રાહકોને આપવામાં આવે છે. 

Image may contain: text that says "MYSORE CAFE SINCE 1963 PURE VEG"

જે ટી શર્ટ સંચાલકો દ્વારા આપવામાં આવે છે તેમાં એક ખાસ સંદેશો લખવામાં આવ્યો છે. ટીશર્ટ પર લખવામાં આવ્યું છે કે લોકો દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે. રેસ્ટોરન્ટના માલિક પ્રભાત શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગલવાનમાં જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે. ભારત સાથે બિઝનેસની  કમાણીથી આર્થિક મજબૂતાઈ મેળવી આપણા જ સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ગુસ્સો છે અને લોકો ચાઈનીઝ પ્રોડક્ટને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય લોકો ભૂલી ન જાય આ માટે અમે આ ખાસ મુહિમ શરૂ કરી છે. જે લોકો ફંડ બોક્સમાં યોગદાન આપતા હોય છે આવા ગ્રાહકોને અમે આ ટીશર્ટ આપીએ છીએ. જેથી ગ્રાહકો જ્યારે આ ટી-શર્ટ પહેરે ત્યારે અન્ય લોકો પણ આ સ્લોગનને જોઈ જાગૃત થાય અને ચીનના પ્રોડક્ટનો બહિષ્કાર કરે અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપે..

Image may contain: one or more people and people standing

રેસ્ટોરન્ટમાં દક્ષિણ ગુજરાતની વાનગીઓ પાર્સલ લેવા આવેલા ગ્રાહકેએ જણાવ્યું હતું કે , આ ખાસ મુહિમ છે ફંડ બોક્સમાં આપવામાં આવેલા યોગદાન કરતા પણ આ ટીશર્ટની કિંમત વધારે છે તેમ છતાં રેસ્ટોરન્ટના સંચાલકો યોગ દાનમાં આપવામાં આવેલી રકમ ને જોઇને નહીં પરંતુ ભાવનાઓને જોઈ આ ટી-શર્ટ આપી રહ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવે..

જુઓ LIVE TV

ગલવાનની ઘટના બાદ જે રીતે સરકાર એક તરફ ચાઇના સામે કડક વલણ અપનાવી રહી છે ત્યારે બીજીબાજુ દેશના લોકો પણ ચાઇનાના વસ્તુઓનો બહિષ્કાર કરીએ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે.

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube