કોરોના કહેર: ગુજરાતમાં મધરાતથી 31 માર્ચ સુધી લોકડાઉન, આટલી સર્વિસ રહેશે ચાલું

 કોરોના વાયરસને પગલે ગુજરાત સરકાર દ્વારા ખુબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં આજ મધરાતથી જ 31 માર્ચ સુધી ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોઇ પણ પ્રકારનાં ખાનગી વાહનોના સંચાલન પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુઓની દુકાનો અને તેને સંલગ્ન વ્યવહાર સિવાયનાં તમામ વ્યવહારો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 
કોરોના કહેર: ગુજરાતમાં મધરાતથી 31 માર્ચ સુધી લોકડાઉન, આટલી સર્વિસ રહેશે ચાલું

અમદાવાદ : કોરોના વાયરસને પગલે ગુજરાત સરકાર દ્વારા ખુબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં આજ મધરાતથી જ 31 માર્ચ સુધી ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોઇ પણ પ્રકારનાં ખાનગી વાહનોના સંચાલન પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુઓની દુકાનો અને તેને સંલગ્ન વ્યવહાર સિવાયનાં તમામ વ્યવહારો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 

ખાડિયામાં જનતા કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળી પડ્યા હતાં લોકો, 40 સામે દાખલ થયો ગુનો 
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી હતી. જો કે લોકો આ કર્ફ્યુ દરમિયાન બહાર નિકળી જતા હતા. જેના કારણે પોલીસ દ્વારા હવે બિનજરૂરી બહાર ફરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ ઉદ્યોગ અને વેપાર ધંધા બંધ રહેશે. કારણ વગર બહાર નિકળનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા મોટા શહેરોમાં એસઆરપીને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે 4 RAF કંપનીની માંગ કરવામાં આવી છે. 

Corona LIVE: રાજ્યમાં 30 કેસ પોઝીટીવ, પાંચ જિલ્લાઓનું આવન જાવન સંપુર્ણ બંધ
કઇ સેવાઓ રહેશે ચાલુ...
* મીડિયા સંસ્થાઓ રહેશે ચાલુ, મીડિયા કર્મીનું આઇકાર્ડ જ ગણાશે પાસ
* સરકારી સેવાઓ, દૂધ અને શાકભાજી અને કરિયાણાની દુકાનો ચાલુ રહેશે.
* જરૂરિયાતની સેવાઓનાં પરિવહન અને ઇ કોમર્સનાં વાહનો ચાલુ રહેશે.
* મેડિકલ સેવાઓ, મેડિકલ સામગ્રીનું ઉત્પાદન ચાલુ રહેશે
* વીજ ઉત્પાદન, ઇન્ટરનેટ, મોબાઇલ અને આઇટીને લગતી તમામ સર્વિસ
* પાણી પુરવઠ્ઠાની સેવાઓ ,પેટ્રોલપંપ, એટીએમ, બેંક ચાલુ રહેશે. 
* પોસ્ટ, કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સર્વિસ ચાલુ રહેશે.

કઇ સેવાઓ રહેશે બંધ...
* ફેક્ટરી, ગોડાઉન, કારખાના અને ઉદ્યોગો રહેશે બંધ
* રાજ્યની વિવિધ દુકાનો, વિવિધ ફેક્ટરીઓ રહેશે બંધ
* હોટલ અને રેસ્ટોરન્ટ્સ સહિતની વસ્તુઓ રહેશે બંધ
* દરેક શહેરનું સ્થાનિક ટ્રાન્સપોર્ટ રહેશે બંધ
* મુસાફરોની હેરફેર કરતા તમામ પ્રકારના વાહનો
* પાર્ક, ગાર્ડન અને હરવા ફરવાના સ્થળો 
* ટ્રેન, એસટી, વિમાન સેવાઓ બંધ
* ખાનગી ઓફીસ પણ બંધ રાખવા માટે આદેશ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news